જેતુપરના પેઢલા ગામે ગોડાઉનની મગફળીના કોથળામાંથી નિકળ્યા ધૂળ-ઢેફા,જુઓ

રાજકોટ: રાજકોટના જેતપુરના પઢેલા ગામે નાફેડે ભાડે રાખેલા ગોડાઉનમાં રાખલી મગફળીમાંથી ધૂડ-માટીના ઢેફા અને કાકરા નીકળતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને લાઇ રાજકોટના કલેકટરે તપાસના આદેશ આપ્યા હતા. જો કે, વિરોધ થતા રો હાઉસના મેનેજરે ઢાંકપીછાડો કરવા ગોડાઉનને તાળા મારી ફરાર થઇ ગયો હોવાનો વેપારીઓએ આક્ષેપ કર્યો હતો. રાજકોટના કલેકટર રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ગોડાઉનમાં 30 હજારથી વધુ મગફળીની બોરી હોવાની વાત છે. રાજ્ય સરકારે સુચના આપી છે કે, આ કેસમાં કડકમાં કડક પગાલ લેવામાં આવશે. નાફેડના અધિકારીઓ સામે એફઆઇ આર દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

જે લોકોએ મગફળીની ખરીદી કરી હતી તેને ઉપાડવા માટેનો છેલ્લો દિવસ હતો. ત્યારે છગનભાઇ સહિતના વેપારીઓએ આક્ષેપ કર્યા હતા કે, અમે જ્યારે અમે મગફળીની ખરીદી કરવા આવ્યા હતા ત્યારે અમને જે મગફળી બતાવવામાં આવી હતો તેના કરતા આજે જ્યારે અમે લેવા આવ્યા છે ત્યારે માટી વાળી મગફળી બતાવી હતી. આજે ગોંડલ, જેતપુર, ધોરાજી, કેશોદ સહિતના આસપાસના ગામવાસીઓ મગફળીની ખરીદી કરવા આવ્યા હતા પરંતુ તેમાંથી માટી નીકળતા તેઓ રોષે ભરાયા હતા.

રાજકોટ જિલ્લામાં ભાડે અને માલિકીના 269 ગોડાઉન: રાજકોટ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, જિલ્લામાં ભાડે, માલિકોના ખાનગી સહિત કુલ 269 ગોડાઉન છે. આ તમામ ગોડાઉનમાં તપાસ કરવાના આવશે. પરંતુ હાલ તો જેતપુરના પઢેલામાં આવેલા જય શ્રી ઇન્ટરનેશન નામા ગોડાઉનમાં નાફેડે તાડા મારી દીધા હતા અને પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું છે. 30 હજારથી વધુ બારીઓ છે દરેકમાં 30થી 35 કિલો મગફળી ભરી છે. કેટલા રૂપિયાનો માલ છે તેની ચકાસણી કર્યા બાદ જ ખબર પડશે.

અગાઉ નાફેડના જ ગોડાઉનમાં થયું હતું કૌભાંડ: રાજકોટ જિલ્લામાં જ મગફળીનું જાણે મસમોટુ કૌભાંડ ચાલતુ હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. આ અગાઉ પણ ગોંડલ અને શાપરના ગોડાઉનમાં આગ લાગી હતી. ત્યારે પણ સરકારે કડક પગલા લેવાના આદેશ કર્યા હતા પરંતુ કોઇ ઉકેલ આવ્યો ન હતો.

નાફેડના ગોડાઉનમાં રહેલી મગફળી કેમ સળગી હતી તે મોટો સવાલ છે. જ્યારે જામનગરમાં પણ કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું હતું. તો રાજકોટ માર્કેટીંગ પાર્ડમાં રહેલી કરોડો રૂપિયાની મગફળીના બારદાન સળગી ગયા હતા. સાથે નાફેડના સાહિત્ય બાળી નાખવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. ત્યારે વધુ એક વખત નાફેડના ગોડાઉનમાં મગફળીમાંથી માટી નીકળતા ખેડૂતો અને વેપારીઓ રોષે ભરાયા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top