Ajab GajabGujaratPolitics

વડોદરાના ભાજપના MLA યોગેશ પટેલે કહ્યું, ભૂતે મને પંજો માર્યો અને ગળું પકડી લીધું

વડોદરાઃ બે વખત વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી હારી ચૂકેલા માંજલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય યોગેશ પટેલ સતત સાતમી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ધારાસભ્ય યોગેશ પટેલનો આજે જન્મદિવસ છે. યોગેશ પટેલે તેમનો એક અનુભવ વાગોળતા જણાવ્યું હતું કે, વર્ષ-1995ની ચૂંટણી સમયે મારે તત્કાલિન મુખ્યમંત્રી કેશુભાઇ પટેલને મળવા જવાનું હતું. વહેલી સવારે ઘરેથી નીકળ્યો હતો. ઓટોરિક્ષામાં સયાજી હોસ્પિટલ પાસે આવેલી પંચમુખી હનુમાનજી મંદિર પાસેથી પસાર થઇ રહ્યો હતો. કોટી ઉપર શાલ ઓઢેલી હતી. કોઇ આસુરી શક્તિએ મારા બરડાના ભાગે પંજો માર્યો હતો. અને મારૂ ગળુ પકડી લીધું હતું. અને ગળાના ભાગે નહોરના નિશાન પડી ગયા હતા.

MLA યોગેશ પટેલને થયેલો ભૂતનો ડરામણો અનુભવ

14 ડિસેમ્બર 2017ના રોજ યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં માંજલપુર બેઠક ઉપરથી 56,362 હજાર મતથી ચૂંટાઇ આવેલા ભાજપાના યોગેશ પટેલે તેમની વિધાનસભામાં સતત સાતમી વખત જીતનું રહસ્ય જણાવ્યું હતું. ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યુ હતું કે, સાવલીવાળા સ્વામીજીએ તેમની કોટી ઉતારી અને મને પહેરાવી દીધી. અને પોતાના ખિસ્સામાંથી કેસરી ટોપી કાઢીને આપી. અને ટોપી ખીસ્સામાં જ રાખવા માટે જણાવ્યું. અને કહ્યું કે, આજ સે ચૂંટણી પ્રચાર શુરૂ કર દો. આજ તક તુમ નેતા નહીં થે. આજ સે તુમ નેતા. સાથે શીખ આપતા જણાવ્યું કે, તમે પોળો, સોસાયટી કે ઝુપડપટ્ટીમાં પ્રચારમાં જશો ત્યારે લોકો પૈસા માંગશે. પરંતુ જે કોઇ વ્યક્તિ તમારી પાસે રૂપિયા પાંચ હજાર માંગે તો દસ હજાર આપવા. અને કોઇ દસ હજાર માંગે તો પંદર હજાર આપવા. અને તમે જેને પૈસા આપો તેની પાસે હિસાબ માંગવો નહીં. નહિં તો ઝઘડો થશે.

યોગેશ પટેલે જણાવ્યું કે, સ્વામીજીએ લોકોને પૈસા આપવા માટે કરેલી વાત મારા માટે શક્ય ન હતી. આથી મેં સ્વામીજીને કહ્યું કે, મારે ચૂંટણી લડવી નથી. મારે પૈસા આપીને ધારાસભ્ય થવું નથી. ત્યારે સ્વામીજીએ કહ્યું કે, હું તને પૈસા આપુ છું. ત્યારે મેં સ્વામીજીને કહ્યું કે, મારાથી તમારા પૈસા ન લેવાય. ત્યારે તેમને મને કહ્યું કે, બીજો પણ રસ્તો છે. પૈસા ન હોય તો લેંગાના બે ખિસ્સા ખાલી બતાવી દેવાના. અને કહેવાનું કે, મત દેના હો તો દો. નહીં તો જય ભોલે. પરંતુ લોકો તમને પૈસા આપી જશે. કોઇને ફોન કરવો નહીં. માંગને સે તો મરના અચ્છા. પરંતુ કોઇનો અનીતીનો પૈસો લેવો નહીં. અને લેવાય જાય તો ચૂંટણી પૂરી થયા બાદ પરત કરી દેવા. આજે પણ હું સ્વામીજીએ આપેલી શીખ પ્રમાણે કામ કરું છું. તેમ ધારાસભ્ય યોગેશ પટેલે વધુમાં ઉમેર્યું હતું.

સ્વામીજીની કોટીએ આપણે ભૂત-પ્રેતથી બચાવ્યા છે. તે વાત સાચી છે? તેવા એક પ્રશ્નના જવાબમાં યોગેશ પટેલે જણાવ્યું કે, હા આ વાત સાચી છે. યુ.પી. પીલીભીતમાં મેનકા ગાંધીના ચૂંટણી પ્રચારમાં ગયો હતો. તે સમયે સ્વામીજી હરીદ્વાર હતા. મારે તેમને મળીને પીલીભીત જવાનું હતું. હું જ્યારે તેમને મળવા માટે ગયો ત્યારે તેમને કહ્યું હતું કે, સવારે નાહીને કોટી પહેરીને આશ્રમમાં આવજે. હું કોટી પહેરીને પહોંચી ગયો. ત્યારે તેમણે કહ્યું કે, તુને કોટી પહેરી હોગી તબ કોઇ ગોલી મારેંગા તોભી તુજે ગોલી લગેગી નહીં. યે મેરા વચન હૈ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker