ફ્રેન્ડશીપ ડે: ગીરમાં સિંહોની દોસ્તીના કિસ્સા મશહુર, જાણી તમને પણ થશે અચરજ

આજે ફ્રેન્ડશીપ ડે : ગીરમાં સિંહોની દોસ્તીના કિસ્સા મશહુર છે

રાજકોટ : આજે ફેન્ડશીપ ડે છે માણસો જ મિત્રતાનો અહેસાસ કરે છે એવું નથી. ગીરના જંગલમાં સિંહો પણ સંવેદનશીલ રીતે દોસ્તી નીભાવી જાણે છે. આવા યાદગાર કિસ્સા અજે પુરા ગીરમાં પ્રચલીત છે. સાવરકુંડલા વિસ્તાર અને ક્રાકચ આસપાસ ત્રણ સિંહોની દોસ્તીએ લોકોમાં આકર્ષણ જગાવ્યું છે. અહી જુના સાવર આસપાસ ત્રણ સિંહોનો કાયમી પડાવ છે. અને લોકો તેને તરખાના નામથી બોલાવે છે. તે તરખા નામના ત્રણ સિંહો જ્યાં જાય ત્યાં સતત સાથે જ હોય છે. મારણ સહિતની પ્રક્રિયા સાથે કરે છે.

જીવનભર દોસ્તી નીભાવી

અમૃતવેલ પંથકમાં પણ બે સિંહો તેમજ મીતીયાળાથી કૃષ્ણગઢ આસપાસ બે સિંહોની દોસ્તી મશહુર છે. ત્યારે ખાસ આકર્ષણ સાવરકુંડલાના અભરામપરા પંથકમાં આજથી પાંચ વર્ષ પહેલા હતું. અહી બે નર સિંહોની દોસ્તી ખુબ પ્રચલીત જેમાં એક સિંહનું નામ લાદિન અને બીજા સિંહનું નામ બાવલો હતું જે સિંહોની દોસ્તી ખુબ જોરદાર હતી. આ બંને સિંહો જીવ્યાં ત્યાં સુધી સાથે રહ્યાં હતા

જયને પુર્યો તો વીરૂ પાંજરેથી દુર ન ખસ્યો

અમરેલીના બૃહદગીરમાં જય અને વિરૂ નામના સિંહોની જોડી મશહુર છે. જ્યારે એક સમયે જય નામનો સિંહને કોઈ તકલીફ થતા તેને પાંજરે પુર્યો હતો. ત્યારે સતત આ પાંજરાની આસપાસ જ તેમનો મિત્ર વિરૂ રહ્યો હતો. જ્યાં સુધી જયને છોડયો ન હતો ત્યાં સુધી તે રીંગ પાંજરાની આસપાસ જ રહ્યો હતો.

આશારામ-સાંઈરામના નામ ઉપરથી બાપ બેટા સિંહોની મૈત્રી

ધારીમાં સરસીયા રેન્જમાં સાઈરામ અને આશારામ નામકના કદાવર સિંહો છે. જે બંને બાપ દિકરો છે. પરંતુ સતત સાથે અને મિત્રની જેમ રહે છે. જેથી આસપાસના લોકો આ બંને સિંહોના નામ સાંઈરામ અને આશારામ રાખી દીધું છે. જે ઘણી જ રમુજ ફેલાવે છે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top