કેરળમાં વરસાદે ભારે વિનાશ સર્જ્યો છે. આ વચ્ચે ઈડ્ડુકી સહિત કેરળમાં 25 જગ્યાઓ પર લેન્ડ સ્લાઈડ પણ થઈ છે. પૂરના કારણે કેટલાક લોકો બેઘર થઈ ચૂક્યા છે, તો પાછલા ઘણા દિવસોથી સતત થઈ રહેલા મૂસળધાર વરસાદ અને પૂરમાં અત્યાર સુધી 37 લોકોના મોત થઈ ચૂક્યા છે.
પરંતુ ઈડ્ડુકીમાં મૂસળધાર વરસાદ વચ્ચે એક પાળતૂ કૂતરા રોકીએ સમગ્ર પરિવારનો જીવ બચાવ્યો. ઘટના ઈડ્ડુકી જિલ્લાના કાંજીકુઝી ગામની છે. અહીં મોહનન પી. પોતાના પરિવાર સાથે ઊંઘી રહ્યા હતા. ત્યારે જ બહાર બાંધેલો રોકી રાત્રે 3 વાગ્યે ભસવા લાગ્યો
. ઘણા સમય સુધી રોકના ભસવાના કારણે મોહનન જાગી ગયા. પહેલા તો તેમણે ધ્યાન ન આપ્યું. પરંતુ લાંબા સમય સુધી અને વધારે જોરથી જ્યારે રોકી ભસવા લાગ્યો તો તે બહાર આવ્યા. બહાર આવીને તેમણે જોયું કે વરસાદના કારણે મકાનનો એક ભાગ તૂટી રહ્યો હતો. જોત જોતામાં ભૂસ્ખલન થયું અને તેુનું ઘર તૂટી ગયું.
જોકે રોકીના કારણે સમગ્ર પરિવાર ઘરમાંથી બહાર નીકળી ગયો, જેના કારણે તેમનો જીવ બચી ગયો. હવે તેઓ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી રાહત શિબિરમાં રહી રહ્યા છે. તેમણે જણાવ્યું કે અમારા ઘરના ઉપર રહેતા એક વૃદ્ધ દંપતિનું લેન્ડસ્લાઈડમાં દબાઈ જવાના કારણે મોત થઈ ગયું.
તેમણે કહ્યું કે આ ઘટના અમારી સાથે પણ બની શકી હોત, પરંતુ પાલતૂ કૂતરાના કારણે અમારો જીવ બચી ગયો. પાછલા ત્રણ દિવસોથી કેરળમાં થઈ રહેલા મૂસળધાર વરસાદના કારણે જન-જીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. અત્યાર સુધી 30000થી વધુ લોકો વિસ્થાપિત થઈ ચૂક્યા છે.