બીજા તબક્કાની ચાર બેઠકોના 6 પોલિંગ બૂથ પર ફેર મતદાનના આદેશ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન હાથ ધરાયું હતું. 9મી ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થયું જ્યારે 14મી ડિસેમ્બરે 93 બેઠકો માટે બીજા તબક્કાનું મતદાન હાથ ધરાયું હતું. જો કે બીજા તબક્કાની ચાર બેઠકોના 6 પોલિંગ બૂથ પર ફેર મતદાનના આદેશ અપાયા છે. 6 પોલિંગ બૂથ પર 17 તારીખે ફરીથી મતદાન કરાવવામાં આશે. ટેક્નિકલ ખામીના કારણે આ મતદાન ફરીથી કરાવવાના આદેશ અપાયા છે.

આ ચાર વિધાનસભા બેઠકોમાં વડગામ, વિરમગામ, દસ્ક્રોઈ અને સાવલીની બેઠકોનો સમાવેશ થાય છે. જ્યારે 8 બેઠકોના 10 બૂથ પર VVPAT સ્લિપથી ગણતરી કરવામાં આવશે. મોકપોલના મત ક્લિયર ન થતા સ્લીપથી ગણતરી કરવામાં આવશે. વાસ્તવમાં દરેક મતદાન મથક પર નોડલ ઓફિસર હોય છે. જેઓ મતદાનની ડાયરી મેન્ટેઈન કરતા હોય છે. કોઈ ખામીના કારણે આ ડાયરીમાં મતોના જે હિસાબ મળવા જોઈએ તે ન મળતા તેને ટેક્નિકલ ખામી તરીકે સ્વીકારી લેવાયું અને ચૂંટણી પંચે ફેર મતદાનના આદેશ આપ્યાં.

આમમોકપોલનામત ક્લિયર ન થતા ચાર બેઠકોના 6 પોલિંગ બૂથ પર આવતીકાલે ફરીથી મતદાન થશે જ્યારે આઠ બેઠકોના 10 પોલિંગ બૂથ પર VVPAT સ્લિપથી ગણતરી હાથ ધરાશે. આ આઠ બેઠકોમાં વિસનગર, બેચરાજી, મોડાસા, વેજલપુર, વટવા, જમાલપુર-ખાડિયા, સાવલી અને સંખેડાનો સમાવેશ થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top