પ્રવીણ તોગડિયા પર હાર્દિકે કહ્યું, મનમોહનસિંહના રાજમાં આવું થયું હોત તો

વિશ્વ હિંદુ પરિષદના આંતરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડિયાની સોમવાર સવારથી ભાળ મળી નહોતી. જોકે મોડી સાંજે તેમને શાહીબાગની ચંદ્રમણિ હોસ્પિટલમાં કોઈ અજાણી વ્યક્તિ 108 મારફતે મૂકી ગઈ હતી. આ દરમિયાન પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલે આ મામલે ભાજપ પર નિશાન સાધ્યું છે. હાર્દિકે એમ પણ કહ્યું કે, જો આવું કોંગ્રેસ સરકારમાં થયું હોત તો ભાજપે દેશભરમાં હિંસા કરાવી હોત. હાર્દિકે એકપછી એક ટ્વીટ કરી મોદી સરકાર પર પ્રહાર કર્યો છે.

હાર્દિકે પોતાની પહેલી ટ્વીટમાં કહ્યું કે, ‘Z+ સિક્યોરિટી હોવા છતાં પ્રવીણ તોગડિયાજી ગુમ થઈ જાય છે. વિચારવા જેવી વાત છે કે સામાન્ય માણસનું શું થતું હશે. પ્રવીણ તોગડિયાજીએ પહેલા પણ કહ્યું હતું કે તેમના જીવને જોખમ છે.’

પોતાની બીજી ટ્વીટમાં પીએમ મોદી અને ભાજપ પર નિશાન સાધતા હાર્દિકે કહ્યું છે કે, ‘મનમોહન સિંહજીની સરકારમાં પ્રવીણ તોગડિયાજી જો લાપતા થઈ ગયા હોય તો ભાજપે આખા દેશમાં હિંસા કરાવી હોત. ભક્તોએ જે બોલવું હોય તે બોલી શકે છે, કારણ કે આ મુદ્દે જો નહિ બોલે તે સાહેબ પગાર નહિ આપે.’

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top