અમદાવાદઃ બિટકોઈન તોડકાંડ મામલે 9 સપ્ટેમ્બરના રોજ પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કોટડીયાની મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના અમલનેર ગામેથી ધરપકડ કરી હતી. ત્યાર બાદ આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં તેના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. જ્યારે સીઆઈડી ક્રાઈમે તેના 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા.
નલિન કોટડિયાને મળ્યા 35 લાખ, કુલ 66 લાખની થઈ હતી ડીલ
બિટકોઈન કૌભાંડમાં નલિન કોટડીયાને ભૂમિકા ભજવવા બદલ 66 લાખ રૂપિયા મળવાના હતા. જે પૈકી તેને 35 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. જ્યારે સીઆઈડી દ્વારા 25 લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા હતા. આ મામલે હાલ વધુ તપાસ કરવામાં આવી રહી છે.
શું છે કેસ?
સુરતમાં બાંધકામની સાથે બિટકોઈનનો વેપાર કરતા શૈલેષ ભટ્ટને ગાંધીનગરની સીબીઆઇ કચેરીથી ફોન આવ્યો હતો. જેમાં બિટકોઈન મામલે ફરિયાદ ન નોંધવાની ધમકી આપવામાં
આવી હતી. બાદમાં બિલ્ડરને એક હોટલમાં બોલાવી 5 કરોડ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હતો. જોકે, આ મામલો અહીં અટક્યો ન હતો. ગત 11 ફેબ્રુઆરીના રોજ એક પેટ્રોલ પંપ પરથી
શૈલેષ ભટ્ટનું અપહરણ કરવામાં આવ્યું હતું. ફરિયાદમાં આપેલી માહિતી મુજબ આપહરણકારો શૈલેષ ભટ્ટને ફાર્મમાં લઇ ગયા અને માર માર્યો હતો. જેનો આરોપ અમરેલી એલસીબીના
પીઆઈ અનંત પટેલ પર લાગ્યો હતો. તેણે ધમકી આપીને રૂ. 12 કરોડના બિટકોઈન તેના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા, સાથે જ અનંત પેટેલે રૂ. 50 કરોડની માગણી કરી હતી.
આંગડિયા પેઢી મારફતે રૂ. 32 કરોડ મગાવાનું કહેતા શૈલેષ ભટ્ટનો છૂટકારો થયો. જે બાદ શૈલેષ ભટ્ટે સમગ્ર મામલે ગૃહખાતામાં લેખિતમાં ફરિયાદ કરી હતી