અમદાવાદઃ સામાન્ય માણસોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા પોલીસ કડકાઇ દાખવે છે. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીના કાફલાને કોઇ નિયમો નડતા નથી. સ્થળ પર હાજર ટ્રાફિક પોલીસ પણ ત્યારે ટ્રાફિક નિયમનના તમામ નિયમો ભૂલી જાય છે.
અમદાવાદના લક્ષ્મણરાવ ઇનામદાર વકીલ સાહેબ જન્મ શતાબ્દી વર્ષના સમાપ્તી કાર્યક્રમ માટે આશ્રમ રોડ પર દિનેશ હોલ ખાતે આવ્યા હતાં. કાર્યક્રમ પૂરો થયા બાદ દિનેશ હોલથી રિવરફ્રન્ટ જવા માટે ગાંધીબ્રિજના સર્કલથી ટર્ન મારી પરત આવવું પડે. પણ તેના બદલે શોર્ટકટથી રોગંસાઇડમાં મુખ્યમંત્રીનો કાફલો સીધો રિવરફ્રન્ટ આવી ગયો હતો.
સીએમના કાફલાને જોઇને પ્રજામાં ચર્ચા હતી કે પ્રજાને તમામ નિયમોનું પાલન કરવું પડે છે પણ સીએમને કોઇ નિયમો લાગુ પડતો નથી.