સુરતઃ ગણેશ વિસર્જનમાં જૂથ અથડામણ, એકનું મોત, ટોળાનો પોલીસ સ્ટેશનનો ઘેરાવ

સુરતના ઓલપાડના સાયણ વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન જૂથ અથડામણની ઘટના સામે આવી છે. ગણેશ વિસર્જન દરમિયાન રસ્તામાં સાઇડ આપવા મુદ્દે એક શખ્સે છરી વડે હુમલો કર્યો હતો. જેમાં એકનું મોત નિપજ્યું છે, તો ઘટના બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી, ત્યારબાદ મહિલાઓનું ટોળું પોલીસ સ્ટેશન દોડી આવ્યું હતું અને આરોપીને તેમને સોંપી દેવા કહ્યું હતું.

પ્રાથમિક વિગત પ્રમાણે સુરતના ઓલપાડના સાયણમાં ધામધૂમ પૂર્વક ગણેશ વિસર્જનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, આ દરમિયાન રસ્તા પર એક વ્યક્તિ કાર લઇને નીકળ્યો હતો. જેણે સાઇડ આપવા મુદ્દે ગેણેશ વિસર્જન કાર્યક્રમના આયોજક સાથે બોલાચાલી કરી હતી.

બાદમાં ઘર્ષણ એટલું વધી ગયું કે કાર સવાર શખ્સે આડેધડ ચપ્પુના ઘા મારવાનું શરૂ કરી દીધું હતું. ઘટનામાં 6 લોકો ઘાયલ થયા હતા,જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. ઘટના બાદ રોષે ભરાયેલા લોકોએ આરોપી શખ્સની કારને સળગાવી હતી.

ઘટના ઉગ્ર બનતા ગણેશ વિસર્જન દરમિયાન બંદોબસ્તમાં હાજર પોલીસે તાત્કાલિક આરોપી શખ્સની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. આ દરમિયાન રોષે ભરાયેલા ટોળાએ DySPની કાર પર પથ્થરમારો કર્યો હતો એટલું જ નહીં મહિલાઓનું ટોળું પોલીસ સ્ટેશન ધસી આવી અને તોડફોડ શરૂ કરી હતી. ઘટનામાં પોલીસકર્મી પણ ઘાયલ થયા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top