લગ્નનમાં દુલ્હને દુલ્હાને પહેરાવ્યું મંગળસૂત્ર, ફોટા વાયરલ થતા થઇ રહ્યા છે ટ્રોલ

તાજેતરમાં મહારાષ્ટ્રના પુણે ખાતે થયેલા એક લગ્નની ઇન્ટરનેટ પર ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. જો કે આ લગ્ન મહારાષ્ટ્રના રીતિ-રિવાજ પ્રમાણે કરવામાં આવ્યા હતા. જો કે આ લગ્ન આમ તો અન્ય મહારાષ્ટ્રીય લગ્ન જેવા જ હતા, પરંતુ લગ્નની સૌથી ખાસ વાત એ હતી કે લગ્ન સમારંભ દરમિયાન દુલ્હા અને દુલ્હન બંનેએ એકબીજાના ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું હતું! આ રીતે લગ્ન કરવામાં આવતા ત્યાં હાજરમાંથી ઘણા બધા લોકો નારાજ પણ થયા હતા. જો કે આ લગ્નના ફોટા પણ સોશ્યિલ મીડિયામાં વાયરલ થતા આ અંગે લોકો પણ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

જો કે હિન્દૂ લગ્ન વિધિ પ્રમાણે દુલ્હો દુલ્હનના ગળામાં મંગળસૂત્ર પહેરાવતો હોય છે. પરંતુ આ લગ્નનામાં દુલ્હને પણ તેના દુલ્હાના ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું હતું. જેના ફોટા સોશ્યિલ મીડિયામાં વાયરલ થતા અનેક લોકોએ આ યુગલને ટ્રોલ કર્યું છે. ઘણા યૂઝર્સ ફોટા પર એવી પણ કૉમેન્ટ કરી રહ્યા હતા કે, શું હવે દુલ્હો સાડી પણ પહેરશે? અને શું મહિનામાં એક વખત તેને પણ માસિક આવશે?

શાર્દુલ અને તનુજા કૉલેજમાં એકબીજાને મળ્યા હતા. ત્યારે દુલ્હા શાર્દુલ કદમે તાજેતરમાં તેની લાઇફ પાર્ટનર તનુજા સાથે લગ્ન કર્યાની સ્ટોરી શેર કરી છે. અને લગ્નના ફોટા ટ્રોલ થતા તેને ટ્રોલર્સને તેણે આ મંગળસૂત્ર શા માટે પહેર્યું હતું તે અંગે પણ વાતચીત કરી હતી. જેમાં તેને જણાવ્યું હતું કે, “સપ્ટેમ્બર, 2020 કે જ્યારે કોરોનાની પ્રથમ લહેર પૂરી થઇ ગઈ હતી ત્યારે અમે અમારા લગ્નની તૈયારી શરૂ કરી હતી. આ સમયે મેં વાતવાતમાં તનુજાને કહ્યું હતું કે આપણે બંને સમાન છીએ તો શા માટે તું એકલી જ મંગળસૂત્ર પહેરીશ? હું પણ મંગળસૂત્ર પહેરીશ! મારા માતાપિતા મારા નિર્ણયથી ખૂબ આશ્ચર્યચકિત હતા. ત્યારે મેં તેમને કહ્યું હતું કે મારા માટે લગ્ન એ સમાનતા છે.

દુલ્હાએ કહ્યું કે અમારા લગ્ન તો થઇ ગયા પરંતુ તેના ફોટા વાયરલ થતા અમારી મુશ્કેલી વધી ગઈ હતી. બધા મારી ટીકા કરવા લાગ્યા હતા. અને કહેતા કે મંગળસૂત્ર પહેરવું એ સ્ત્રી-પુરુષ સમાનતા નથી. જો કે આજે અમારા લગ્નને ચાર મહિના થઈ ગયા છે. અમે એકબીજા સાથે સારો સમય વિતાવીએ છીએ. એકબીજાને કામમાં મદદ કરીએ છીએ તો આવી વાત પર ધ્યાન શા માટે આપવું?

Scroll to Top