ઘોર કળયુગ: દિકરીના બાળકનો પિતા બન્યો સગો બાપ, એક વર્ષ સુધી આચર્યું હતુ દુષ્કર્મ

પ્રતિકાત્મક તસવીર

બાપ દીકરીનાં પવિત્ર પ્રમને લજવતો કિસ્સો સામે આવ્યો છે. સિહોરમાં એક પિતા છેલ્લા એકાદ વર્ષથી પોતાની દીકરી પર દુષ્કર્મ આચરતો હતો. આ ઘટના પ્રકાશમાં આવતા આખા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. જેના પરિણામ રૂપે સિહોરના સરકારી દવાખાનામાં તે દીકરીએ બાળકને જન્મ આપ્યો છે. સિહોર પોલીસે નરાધમ બાપ વિરૂદ્ધ ગુનો નોંધી આગ‌ળની તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, પોલીસે યુવતીની ફરિયાદ બાદ યુવતીના પિતાને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. યુવતીએ સિહોર સરકારી દવાખાનામાં બાળ‌કને જન્મ આપ્યા બાદ હાલ મહિલાને ભાવનગર રિફર કરવામાં આવી. આ કેસમાં સંપૂર્ણ તપાસ મહિલા યુનિટને સોંપવામાં આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે.

થોડા સમય પહેલા રાજકોટમાં પણ આવો બનાવ બન્યો હતો. પત્ની રિસામણે હોવાથી નરાધામ બાપે દીકરી પર દુષ્કર્મ આચર્યુ હતું. આ અંગે દીકરીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આરોપી પિતાની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી પિતાએ પોલીસ સમક્ષ એક જ રટણ કર્યુ હતું કે, મારાથી ભૂલ થઇ ગઇ.

આ પહેલા હિંમતનગરમાં પણ આવો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં રાજસ્થાનથી ગુજરાતમાં આવીને ગત 6 વર્ષથી વસવાટ કરતા રાજસ્થાની પરિવાર મજૂરી કરીને પોતાનું જીવન નિર્વાહ ચલાવતો હતો. આ સાથે સંતાનોની માતા મજૂરી કરી ઘરના તમામ સભ્યો જીવનનિર્વાહ કરે છે, ત્યારે કુટુંબના તેમજ પરિવારના મોભી તરીકેની જવાબદારી હોવા છતાં તેના પતિએ કોઈ કામ ધંધો કર્યો નથી.

જો કે 7 સંતાનોના પિતાએ પોતાની સૌથી મોટી પુત્રી અને એકલતાનો લાભ લઇ પોતાની હવસનો શિકાર બનાવી હતી. જેની ફરિયાદ યુવતીની માતાએ હિંમતનગર પોલીસ સ્ટેશનને આપતા આરોપી બાપની અટકાયત કરવામાં આવી હતી.

Scroll to Top