PM મોદીનું અંજારથી સંબોધનઃ કહ્યું- દેશને નવી બારખડી શિખવવી છે, ‘ખ ખમીરનો ખ, ક કચ્છનો ક’

PM મોદી ભુજ એરફોર્સ સ્ટેશનથી અંજારના સતાપર સભા સ્થળે પહોચ્યાં. અંજારના સતાપરમાં પીએમ મોદી જાહેરસભા સંબોધી. PM મોદીએ મુન્દ્રા સ્થિત GSPL LNG ટર્મિનલ પ્રોજેકટનુ લોકાર્પણ કર્યું. અંજાર અને મુન્દ્રા ગેસ ટ્રાન્સમિશન પ્રોજેક્ટનુ લોકાર્પણ કર્યું. પ્રોજેક્ટ થકી કચ્છના ઉધોગ અને લોકોને ગેસ સુવિધા મળશે.

PM મોદીએ કચ્છી માડુઓને રામ રામ કહી સંબોધનની શરૂઆત કરી. તેમણે કહ્યું કે, મને કચ્છમાં વારંવાર આવવાની ઇચ્છા થાય છે. કચ્છે મને ખૂબ પ્રેમ આપ્યો છે. કચ્છીઓ વર્ષમાં એક વખત કચ્છ ના આવે તો ચેન ના પડે. ભાદરવાની ગરમીમાં તમારા તરફથી મળી રહેલા આ પ્રેમને માથુ ઝુકાવી નમન કરુ છું. એક જમાનો હતો કે 6 કરોડના કામમાં વાહવાહી થઇ જતી. આજે એક જ કાર્યક્રમમાં 6 હજાર કરોડના કામોનું લોકાર્પણ થયું. ભૂકંપ પહેલા કચ્છ પાણી માટે વલખા મારતું હતું. મેં પહેલા પણ કહ્યું હતું કે મારે દેશને નવી બારખડી શિખવવી છે. ખ ખમીરનો ખ અને ક કચ્છનો ક.

પીએમ મોદીએ કહ્યું કે, હું ભાગ્યવાન છું કે મને ત્રીજા ટર્મિનલના ઉદ્ધાટનનો મોકો મળ્યો. જોત જોતામાં ગુજરાતમાં 3 ગેસ ટર્મિનલ બની ગયા. જીવનમાં ઊર્જા અનિવાર્ય બની ચૂકી છે. ગુજરાતનો સમુદ્ર તટ દેશની વિકાસની સિદ્ધીનું કારણ બન્યું. 20 વર્ષના યુવકોએ કચ્છનો વિકાસ જોયો છે. કચ્છ દેશ-દુનિયામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું. દેશની ગરીબી દુર કરવા ઉર્જા અનિવાર્ય. દેશનો ખેડૂતને તેનુ ભાગ્ય બદલવા ઉર્જા ઉપયોગી. આધુનિક ભારતનુ સપનુ પૂર્ણ થવા જઈ રહ્યુ છે.

1955થી 2014 સુધી 13 કરોડ ઘરમાં ગેસ પહોચ્યોં. છેલ્લા 4 વર્ષમાં 10 કરોડ ઘરોમાં ગેસ પહોચતો કર્યો. અગાઉ ગેસ માટે વલખા મારવા પડતા હતા.

કેન્દ્રએ ઉડાન યોજના બનાવી. 4 વર્ષની અંદર 9 નવા એરપોર્ટ બન્યા. પહેલા દર વર્ષે માત્ર એક જ એરપોર્ટ શરુ થતું. PM બન્યો ત્યારે 18 હજાર ગામો 18મી સદીમાં જીવતા હતા. અમે એક હજાર દિવસથી ઓછા સમયમાં 18 હજાર ગામોમાં વિજળી પહોચાડી. 4 કરોડ પરિવારોને જ્યાં વિજળી પહોચતી કરવાનું કામ ચાલી રહ્યુ છે. ગુજરાતમાં લંગડી વિજળીની વાત લંગડી થઈ.

વધુમાં PMએ કહ્યું કે, કચ્છને ટુરીઝમની દ્રશ્ટીએ આગળ લઈ જવુ છે. વિકાસની નવી ઉચાઈઓ સુધી પહોચવા મૂળીયા મજબૂત કરી રહ્યા છીએ. દેશમાં કેટલાક લોકો નિરાશામાં ડૂબેલા છે. દેશમાં કેટલાક લોકો નિરાશામાં ડૂબેલા છે. અમે મનમાં સંકલ્પ લઈને ચાલીએ છીએ. પ્રત્યેક બાળક માટે પઢાઈ, યુવાનો માટે કમાઈ, ખેતર માટે સિંચાઈ મુદ્દે સરકાર અગ્રેસર. ગુજરાતની પાંચે આંગળીયો ઘીમાં છે.

CM રૂપાણીનું સંબોધન

CM વિજય રૂપાણીએ પણ સતાપરમાં સભાને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, રાજ્યમાં ઉદ્યોગના વિકાસનો નવો અધ્યાય મુન્દ્રામાં શરૂ થવા જઇ રહ્યો છે. વિશ્વના ઉદ્યોગપતિઓ માટે ગુજરાત રોકાણનું હબ બન્યું. આજે ગુજરાતમાં ત્રીજુ LNG ટર્મિનલ શરૂ થવા જઇ રહ્યું છે. 5041 કરોડના ખર્ચે ટર્મિનલ તૈયાર કરવામાં આવ્યું છે. દેશના 25 ટકા CNG વાહનો ગુજરાતમાં કાર્યરત છે.

ચોકલેટ પ્લાન્ટના ઉદ્ઘાટન બાદ PM મોદીનું સંબોધન

પીએમ નરેન્દ્ર મોદી અમુલની ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યા બાદ આણંદમાં સભા સંબોધી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી અમુલની ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યા બાદ આણંદમાં સભા સંબોધી રહ્યા છે. તેમણે સભા સંબોધતા જણાવ્યું હતું કે વિશ્વના 40 દેશોમાં અમુલ એક બ્રાન્ડ બની ગઈ છે. અમુલ આળખ, પ્રેરણા અને અનિવાર્યતા બની ગયું છે. અમુલ એક વૈકલ્પિક અર્થવ્યસ્થાનું મોડલ છે. અર્બન ડેવલપમેન્ટનાં કૉન્સેપ્ટને સરદાર પટેલે રજૂ કર્યો હતો. દુનિયામાં મિલ્ક પ્રોસેસિંગમાં આપણે 10માં નંબરે છીએ. અમૂલ નિર્ધાર કરે કે આપણે 10માં નંબરથી ત્રીજા નંબરે પહોંચીએ. ગાયનાં દૂધથી પણ વધારે કિંમત ઊંટનાં દૂધની થઈ ગઈ છે. મેં પહેલા પણ કહ્યું હતુ કે ઊંટનું દૂધ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. ઊંટડીનાં દૂધને લઇને મારી મજાક ઊડાવાઈ રહી હતી. અમૂલનાં ઊંટનાં દૂધથી બનેલી ચોકલેટની ઘણી માંગ છે.

એક દિવસની ગુજરાત મુલાકાતે આવેલા વડાપ્રધાન સૌ પ્રથમ આણંદ પહોંચી ગયા અને ત્યાં તેઓએ અમૂલ ડેરી દ્વારા તૈયાર કરાયેલા અત્યાધુનિક ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યુ હતુ. આ ચોકલેટ પ્લાન્ટ 300 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે. પીએમ મોદીએ ચોકલેટ પ્લાન્ટના ઉદ્ઘાટન બાદ સમગ્ર પ્લાન્ટનું નિરીક્ષણ કર્યુ.

આણંદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૂલ ડેરીના 300 કરોડના ખર્ચે તૈયાર થયેલા ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યુ હતું. જે બાદ તેઓ મોગર ગામ પહોંચ્યા હતા. મોગર ગામ ખાતે પીએમમોદીનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. મોદીને પાઘડી પહેરાવી, તલવાર આપી અને ફૂલોના મસમોટા હાથી પહેરાવી મોદીએ સ્વાગત કરવામાં આવ્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ત્રણ જિલ્લાઓના પ્રવાસે આવ્યા છે. આ દરમ્યાન આણંદનાં મોગર, કચ્છમાં અંજાર તથા રાજકોટની ચૌધરી હાઈસ્કૂલનાં મેદાનમાં એમ કુલ ત્રણ જાહેર સભાઓનું સંબોધન કરશે. વડાપ્રધાન સાંજે ૭.૩૦ વાગ્યાની આસપાસ રાજકોટથી સીધા દિલ્હી જવા રવાના થશે. પીએમના કાર્યક્રમ પર નજર કરીએ તો.

વડાપ્રધાન સવારે ૧૦.૩૦ વાગ્યે નવી દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યાં હતાં. અહીંથી હેલિકોપ્ટર દ્વારા સવારે ૧૧ વાગ્યે આણંદ પહોંચ્યાં. જયાં અમુલના અલ્ટ્રા મોડેલ ચોકલેટ પ્લાન્ટ અને વિદ્યા ડેરીના સ્ટુડન્ટ ટ્રેનીંગ આઈસ્ક્રીમ પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું. ઉપરાંત આણંદ એગ્રીકલ્ચરલ યુનિ.ના ઇન્કયુલેશન સેન્ટર કમ સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ફૂડ પ્રોસેસીંગ પ્લાન્ટનું તેમજ મુજકુમાવ ખાતે ભારતનાં સૌ પ્રથમ સોલાર કો-ઓપરેટીવ સોસાયટીનું ઉદ્ધાટન કરશે. જ્યારે આણંદ ખાતે અમૂલનાં અમૂલ મિલ્ક પ્રોસેસીંગ, પેકેજીંગ અને બટર મેન્યુફેકચરીંગ પ્લાન્ટના વિસ્તરણનું, ખાત્રજ ખાતેના અમુલ ચીઝ મેન્યુફેકચરીંગ પ્લાન્ટનું ખાતમુર્હુત કરશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top