GujaratNewsPolitics

ધારાસભ્યોના પગાર વધારા બાદ હવે રાજ્ય સરકાર રૂ. 150 કરોડનું વિમાન ખરીદશે!

રાજ્યમાં ભાજપ સરકારે પહેલા ધારાસભ્યોના પગાર વધારા કર્યા અને હવે રૂ. 150 કરોડથી વધુની કિંમતનું લક્ઝુરિયલ પ્લેન ખરીદવા જઇ રહ્યાં છે.

રાજ્યમાં ભાજપ સરકારે પહેલા ધારાસભ્યોના પગાર વધારા કર્યા અને હવે રૂ. 150 કરોડથી વધુની કિંમતનું લક્ઝુરિયલ પ્લેન ખરીદવા જઇ રહ્યાં છે. જેમાં રાજ્ય એવિએશન વિભાગે ગ્લોબલ ટેન્ડર બહાર પાડયાં છે.

રાજ્ય એવિએશન વિભાગે ગ્લોબલ ટેન્ડર બહાર પાડીને એજન્સીઓને આમંત્રણ આપ્યું છે. રાજ્ય સરકારે મિડિયમ સાઇઝ જેટ એકક્રાફ્ટ ખરીદવાનું નક્કી કર્યુ છે. આ જેટ પ્લેન ડબલ એન્જિનનું હશે.

ટેન્ડરમાં થોડી શરતો પણ છે. તેમાં 16 જણ બેસી શકે તેવી બે બિઝનેસ ક્લાસ કેબિન હશે. આ ઉપરાંત વીવીઆઈપી માટે ક્લબ ચેર સહિતની પ્લેનમાં સુવિધા હશે. તેમાં ચા-નાસ્તા માટે પણ અલગથી જગ્યા હશે. આ ઉપરાંત માઇક્રોવેવ, મિનિ ફ્રીજ, ટી-કોફી મેકર પણ હશે. કોન્ફરન્સ થઇ શકે તે માટે એક વીવીઆઈપી ઝોન પણ હશે. પ્લેનની આયુષ્ય દસ વર્ષનું હોય તેવી માંગણી પણ કરવામાં આવી છે. અન્ય એક માગણી કરતા તેમણે જણાવ્યું છે કે આ પ્લેન બર્ફિલા વાતાવરણમાં પણ ઉડી શકે તેવું હોવુ જોઇએ. ગ્લોબલ ટેન્ડર ભરવાની તારીખ 30મી ઓક્ટોબર છે.

ગુજરાતની પ્રજા અનેક સમસ્યાઓથી ઘેરાયેલી છે, ખેડૂતો પૈસ નહીં મળે તેવી ભીતિમાં આપઘાત કરી રહ્યાં છે, કેટલાય લોકોને બે ટંકનું ખાવાનું મળી નથી રહ્યું ત્યારે રાજ્ય સરકારને પોતાની સાહેબી માટે પ્રજાનાં જ પૈસે જલસા કરવા છે.

Other Related..

PM મોદીના માત્ર કલાકોના રાજકોટ રોકાણ માટે 25000ની ભીડ ભેગી કરવા 300 ST બસો મુકી

30મીએ ગાંધી મ્યુઝિયમના લોકાર્પણ અને ચૌધરી હાઈસ્કૂલમાં આયોજિત કાર્યક્રમ માટે વડાપ્રધાન રાજકોટ આવી રહ્યા છે ત્યારે પીએમના કાર્યક્રમમાં 25 હજારથી વધુ માનવમેદની ભેગી કરવા એસ.ટી ડિવિઝનની 100 સહિત કુલ 300 એસ.ટી બસો ફાળવાઇ છે.

દર વખતે સામાન્ય રીતે સરકારી કાર્યક્રમમાં એસ.ટી બસો મફત દોડાવવી પડતી હોય છે પરંતુ આ વખતે વડાપ્રધાનના કાર્યક્રમમાં ફાળવાયેલી તમામ બસનું ભાડું એડવાન્સ ચૂકવી દેવાયું છે.

મુસાફરોને નાછૂટકે ખાનગી વાહનોનો સહારો લેવો પડશે

એકસાથે 300 એસ.ટી બસો વડાપ્રધાનના કાર્યક્રમમાં લઇ લેવાતા 1 હજારથી વધુ રૂટ રદ થશે અને મુસાફરોને નાછૂટકે ખાનગી વાહનોનો સહારો લેવો પડશે.

રાજકોટ ડિવિઝનની 100 જેટલી બસ શહેરના જુદા જુદા વોર્ડમાં ફાળવી દેવાશે અને જુનાગઢ, અમરેલી અને જામનગર એસ.ટી ડિવિઝનની બસ જિલ્લાના ગામડાઓમાંથી લોકોને રાજકોટ લાવવા માટે ઉપયોગમાં લેવાશે. રાજકોટના કાર્યક્રમ ઉપરાંત કચ્છમાં યોજાનારા વડાપ્રધાનના કાર્યક્રમ માટે પણ ત્યાંના ડિવિઝનોની બસ ફાળવી દેવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker