મોંઘવારીના આ સમયમાં ઘરનું ઘર ખરીદવું એ દરેક વ્યક્તિ માટે એક સ્વપ્ન હોય છે. જો કે, મોંઘવારી એટલી હદે વધી ગઈ છે કે અમદાવાદ જેવા શહેરમાં એક 2BHK નો ફ્લેટ લેવા જવો હોય તોપણ 45 થી 50 લાખ રૂપિયા ઓછામાં ઓછા ચૂકવવા પડે છે. હવે જો કોઈ સામાન્ય માણસ હોય તો આટલા બધા રૂપિયાનો ખર્ચ કરવો એ તેના માટે અઘરી વાત છે.
પરંતુ જો તમને કોઈ એમ કહે કે હું તમને માત્ર 12 રૂપિયામાં જ ઘર અપાવી દઈશ તો? પહેલા તો એ માણસની વાત આપણને સાવ ખોટી લાગે, કારણ કે 12 રૂપિયામાં ઘર થોડું મળે? પણ ખરેખર આ સાચી વાત છે. ક્રોએશિયામાં માત્ર 12 જ રૂપિયામાં તમે પોતાનું ઘર ખરીદી શકો છો અને કુદરતી સૌદર્ય વચ્ચે આરામથી પોતાનું જીવન વિતાવી શકો છો.
વાત છે ક્રોએશિયાના નોર્થ પાર્ટમાં આવેલા લેગ્રાડ શહેરની. અહીંયા એક સમય એવો હતો જ્યારે ઘણા બધા લોકો આ શહેરમાં વસવાટ કરતા હતા. પરંતુ સમય જેમ-જેમ આગળ વધતો ગયો તેમ તેમ લોકો અપગ્રેડ થતા ગયા અને અહીંયા ટ્રાન્સપોર્ટ તેમજ કનેક્ટિવીટીની વ્યવસ્થા ઓછી હોવાના કારણે લોકોએ અહીંયાથી માઈગ્રેટ થવાનું શરૂ કર્યું.
હવે સ્થિતી એ છે કે, અહીંયા વસ્તી ખૂબ ઓછી થઈ ગઈ છે અને અનેક ઘરો ખાલી પડ્યા છે. ત્યારે હવે પ્રશાસને જ આ ઘરો વેચવાનો નિર્ણય કર્યો છે. શહેરના મેયર ઇવાન સાર્બોલિકે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે, હાલમાં એકસાથે 19 ઘર ખાલી થઈ ગયા હતા. તેની કિંમત 12 રૂપિયા રાખી છે. 17 ઘર અત્યાર સુધી વેચાઈ ગયા છે. અમારા શહેરની બોર્ડર હંગેરી સાથે જોડાયેલી છે. અમે બોર્ડર ટાઉનને અન્ય સ્થળ સાથે ટ્રાન્સપોર્ટથી કનેક્ટ કર્યું છે, તેમ છતાં ઘણા સમયથી શહેરમાં વસતિ ઓછી થઈ રહી છે. લોકો આ શહેર છોડીને બીજે રહેવા ચાલ્યા જાય છે. જો કોઈને આ શહેરમાં રહેવા ઘર ખરીદવું હોય તો તેમને પ્રશાસન મદદ કરશે, પણ 15 વર્ષ સુધી રહેવાનું એગ્રીમેન્ટ કરવું પડશે.