કેટલાક લોકો એવા હોય છે કે, માત્ર તેમની એક સ્માઈલ કાફી હોય છે. આ સ્માઈલ જોઈને ભલભલા પીગળી જતા હોય છે. માણસ ગમે તેટલો ગુસ્સામાં હોય પરંતુ જ્યારે તે આ સ્માઈલ જોઈ જાય તો પછી સાવ ટાઢો પડી જતો હોય છે. ઈન્ટરનેટ પર આવા કેટલાક વિડીયો આવતા રહે છે. કેટલાક ક્યુટ બાળકો, તો કેટલીક મહિલાઓ તો કેટલાક પુરુષો પણ કે જેમના અદભૂત મુખારવિંદ પરની સ્માઈલ જોઈને પથ્થર જેવો માણસ પણ પિગળી જાય. સોશિયલ મીડિયા પર અત્યારે આવો જ એક વિડીયો વાયરલ થયો છે.
View this post on Instagram
ઈન્ટરનેટ પર વાયરલ થયેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે, એક પરણિત મહિલા પોતાના ઘરમાં કપડા ધોઈ રહી છે, ત્યારે તેના પરિવારનો કોઈ વ્યક્તિ મોબાઈલ ફોનથી રેકોર્ડિંગ કરવા લાગે છે. આ વિડીયો રેકોર્ડિંગ જોઈને તે ખૂબ શરમાઈ જાય છે. ભાભીજીનો આ દેશી અંદાજ અને શાનદાર રિએક્શન જોઈને અનેક લોકોના હોશ ઉડી ગયા છે.
ઈન્ટરનેટ પર અત્યારે આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અને આ વિડીયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર જાટ કે જોક્સ નામનું એક અકાઉન્ટ છે, આ અકાન્ટ દ્વારા આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો છે.