લગ્નની સીઝનમાં આપને એવા કેટલાય મજેદાર વિડીયો જોવા મળે છે કે જેને આપે પહેલા ક્યારેય ન જોયા હોય. કેટલાક વિડીયો તો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા હતા. આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો પણ લગ્નનો જ છે. આ વિડીયોમાં એક ભાભી છે કે જે પોતાના દિયરના લગ્નમાં ડાન્સ કરી રહી છે.
View this post on Instagram
હકીકતમાં ભાભી જેવી જ જાન લઈને મેરેજ હોલમાં પહોંચે છે કે તરત જ તે ડાન્સ કરવા લાગે છે. બેકગ્રાઉન્ડમાં ગીત પણ દિયર અને ભાભીનું જ વાગી રહ્યું છે. આ ગીતના શબ્દો છે” ‘अपने देवर की बारात लेकर चली भाभी’”. આ ગીત પર ભાભી જોરદાર ડાન્સ કરે છે. તમામ લોકોની નજર ભાભી પર પડે છે અને તમામ લોકો ડાન્સ જોવા લાગે છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં ટ્રેન્ડિંગ દુલ્હનીયા નામના એક ઈન્સ્ટાગ્રામ યુઝરે શેર કર્યો છે. વિડીયો શેર કરતા એડમિન દર્શકોની નીચે કમેન્ટ સેક્શનમાં પોતાની ભાભીને ટેગ કરવા માટે કહે છે. વિડીયોમાં ડાન્સ કરતી મહિલાએ લાલ રંગનો લેંઘો પહેર્યો છે અને બોલીવુડના લોકપ્રીય ગીત પર જોરદાર ડાન્સ કરતી દેખાઈ રહી છે.