ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષ બાદ હવે સરકાર આખા દેશમાં એક સમાન સ્ટેમ્પ ડ્યુટી દર લાગુ કરવા જઈ રહીં છે. જો સરળ શબ્દોમાં સમજીએ તો સામાન્ય રીતે શેર, ડિબેન્ચરની ખરીદી-વેચાણ અને પ્રોપર્ટીના કરારમાં સ્ટેમ્પ ડ્યુટીની જરૂર પડે છે. સરકાર તેને આખા દેશમાં એક જેવી કરવાની તૈયારીમાં છે.
ફેરફારની તૈયારી પૂર્ણ: સરકારના વરિષ્ઠ અધિકારીઓ મુજબ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ એક સદી જૂના સ્ટેમ્પ ડ્યૂટી એક્ટમાં ફેરફાર કર્યો. તેને અંતિમ રૂપ આપી દીધુ છે. પ્રાપ્ત માહિતી મુજબ, પ્રસ્તાવ સંપૂર્ણ રીતે તૈયાર છે અને સંશોધનની સાથે બિલને શિયાળુ સત્ર દરમ્યાન સંસદમાં રજૂ કરવામાં આવશે. સાથે જ કેન્દ્રએ આશ્વાસન આપ્યું કે રાજ્યના મહેસુલનો ખ્યાલ રાખવામાં આવે.
સરકાર કેમ ઉઠાવવી રહી છે આ પગલું- સ્ટેમ્પ ડ્યૂટીમાં ભિન્નતાના કારણે વારંવાર લોકો ટ્રાન્ઝેક્શન એવા રાજ્યોમાં કરે છે, જ્યાં દર ઓછા હોય છે. માર્કેટ રેગ્યુલર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા (સેબી)એ આ અગાઉ રાજ્યોને સલાહ આપી હતી કે ઈલેક્ટ્રૉનિક માધ્યમથી થનારા ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન પર સ્ટેમ્પ ડ્યૂટીને એકસમાન બનાવાય અથવા માફ કરી દે.
ઉલ્લેખનીય છે કે, એકસમાન સ્ટેમ્પ ડ્યૂટી દર માટે 1899ના કાયદામાં ફેરફાર માટેના પ્રયાસ પહેલા પણ થયા છે. પરંતુ રાજ્યોએ આ અપીલને નકારી દીધી હતી, કારણકે તેઓ સ્ટેમ્પ ડ્યૂટી પર અધિકાર ગુમાવવા માંગતી નથી.