સોશિયલ મીડિયા પર ખૂબ જ મજેદાર અને સુંદર વિડીયો જોવા મળતા હોય છે. કેટલાક વિડીયો એવા પણ હોય છે કે જે આપનું દિલ જીતી લે છે. આ જ કડીમાં હવે એક હાથી અને એક વડીલ મહિલાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
આમાં મહિલાનો હાથી પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આમાં કોઈ શકની વાત નથી કે હાથથી હાથીને જમવાનું આપતી એક વડીલ મહિલાનો વિડીયો દિલ જીતી લે તેવો છે. વિડીયો પર સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે, માંના પ્રેમથી વધારે આ દુનિયામાં કઈ હોતું નથી.
આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે. ક્લિપને ગન્નૂપ્રેમ નામના એક પેજ પર શેર કરવામાં આવ્યો છે. 30 સેકન્ડનો આ વિડીયો તમામ લોકોના દિલમાં ખૂબ જ જગ્યા બનાવી રહ્યો છે. વિડીયોને અત્યારસુધી આશરે 22,000 વખત જોવામાં આવી ચૂક્યો છે.
माँ प्रेम से जो परोस दे, सब स्वीकार है ❤ pic.twitter.com/2BIwvwBCmM
— Gannuprem (@Gannuuprem) September 10, 2021
વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે, એક વડીલ મહિલાએ હાથીને પોતાના હાથથી ભોજન ખવડાવ્યું. હાથીએ ભોજનનો ખૂબ જ આનંદ લીધો. હાથીના એક્સપ્રેશન પરથી જ જોઈ શકાય છે કે હાથી કેટલો ખુશ છે. ગન્નૂપ્રેમના એડમીને વિડીયો શેર કરતા લખ્યું કે, માં પ્રેમથી જે પીરસી દે તે બધુ જ સ્વિકાર્ય છે.