રાજકોટ શહેરના કરણસિંહજી રોડ પર રહેનાર અને સોનાના દાગીના બનાવવાનું કામ કરનાર રમેશભાઇ લોઢીયા નામના સોની વેપારી દ્વારા ઝેર પીને આપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે. જયારે આ ઘટનામાં આશાપુરાનગરમાં રહેનાર શોભનાબા કૃષ્ણસિંહ રાયજાદા સહિતના 8 લોકો જવાબદાર હોવાની ફરિયાદ આપઘાત કરનાર વેપારીના પત્નિ દ્વારા દાખલ કરવામાં આવતા એ-ડિવીઝન પોલીસની ટીમ દ્વારા ગુનો દાખલ કરી ૪ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
જેમાં જાણવા મળ્યું છે કે, ધંધાકીય લેવડ દેવડના 75 લાખ તેમજ 37 લાખના સોનાના પડીકા લઇ લીધા હોવા છતાં તેની ઉઘરાણી કરી મારી નાખવાની ધમકીઓ અને તેના છોકરાને ઉપડાવી જવાની ધમકીઓ આપવામાં આવતી હોવાને કારણે આ વેપારીને મરી જવા માટે મજબૂર કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. તેની સાથે આ 11 પાનાની સુસાઈડ નોટમાં વેપારી દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેમની દીકરી જ તેમના મૃતદેહને અગ્નિદાહ આપે.
પોલીસ દ્વારા કોઠારીયા રોડ હુડકો કવાર્ટરમાં રહેનાર વૈરાગીબેન રમેશભાઇ લોઢીયાની ફરિયાદના આધારે શોભનાબા કૃષ્ણસિંહ રાયજાદા, તેના પતિ કૃષ્ણસિંહ પ્રતાપસિંહ રાયજાદા, દિલીપસિંહ પ્રતાપસિંહ રાયજાદા, દિવ્યાબેન દિલીપસિંહ રાયજાદા, ધનરાજસિંહ કૃષ્ણસિંહ રાયજાદા, મુન્ના સાંઢવાયા, જગુભાઇ અને ભુપત ઉર્ફ ભોપ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વૈરાગીબેને પોલીસ ફરિયાદમાં કહ્યું છે કે, તેના પતિ ઘર નીચે મારૂતિ જ્વેલર્સ નામથી સોના ચાંદીના દાગીનાનો ધંધો કરતા હતા.
તેની સાથે મૃતકની પત્ની દ્વારા ફરિયાદમાં કરવામાં આવ્યું છે કે, બે વર્ષથી પતિ-પત્નિ વચ્ચે મનમેળ ન થતા તે અલગ રહેવા માટે ચાલી ગઈ હતી. જ્યારે 19-9-2021 ના દિકરીએ મારા પતિને ફોન કરવામાં આવ્યો હતો ત્યારે તેમને ફોન ઉપાડ્યો નહોતો. ત્યાર બાદ મારા ભાઇ વીહાભાઇ ખટાણાને ફોન આવ્યો કે તે બે દિવસથી ઘરે આવ્યા નથી.
ત્યાર બાદ કોટુંબીક દિયર કલ્પેશભાઇનો ફોન આવ્યો કે તમે રમેશના ઘરે આવી જાવ. હું ત્યાં જતાં પતિનો બેડરૂમનો દરવાજો બંધ રહેલો હતો. 100 નંબર અને ફાયર બ્રિગેડને ફોન કરતાં દરવાજો તોડીને જોતાં પતિની લાશ મળી આવી હતી. પલંગ પર એક નોટબૂક પણ પડેલી હતી. જેમાં 16-2021 ના રોજ 11 પાનામાં લખાયેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી.
જેમાં પ્રથમ પેજ પર લખવામાં આવ્યું હતું કે, ‘આજે હું જે કંઈપણ પગલુ ભરી રહ્યો છું તેના જવાબદાર શોભનાબા, કૃષ્ણસિંહ, દિલીપસિંહ, દિવ્યાબેન, ધનરાજ, જગુભાઇ શોભનાબાના ભાઇ, ભોપભાઇ, મુન્નાભાઇ તે કૃષ્ણસિંહના સગા છે તે બધા લોકોનું મારા પર એટલુ દબાણ કરવામાં આવી રહ્યું છે કે મારે આત્મહત્યા કરવા માટે મજબૂર થવું પડ્યું છે. ‘પતિએ સ્યુસાઇડ નોટમાં જણાવ્યું છે કે, આ મુજબ તેમના દ્વારા સોનાનો વહિવટ કરવામાં આવ્યો હતો. મારા પતિ પાસેથી રૂ. 75 લાખ કટકે કટકે શોભનાબા તથા કૃષ્ણસિંહને આપવામાં આવ્યા હતાં. જે રકમ શોભનાબા પાછા આપી શકે તેમ નથી તેવું શોભનાબાએ દ્વારા કહેવામાં આવ્યું હતું.
આ સિવાય મારા પતિને આ લોકોએ 37 લાખના સોનાના પડીકા પણ આપ્યા હતાં. તે મારા પતિએ બેંકમાં મુકી 21 લાખ અને સગા પાસેથી 16 લાખ લઇ શોભનાબાને આપી દીધા હતાં. બેંકમાં પૈાસ ભર્યા વગર સોનાના પડીકા મળે તેમ ન હોઇ છતાં શોભનાબા અને તેના પતિ પૈસા વગર કોઇપણ હીસાબે દાગીના પાછા માંગી રહ્યા હતા અને સતત મારા પર દબાણ કરી મારી નાંખવાની ધમકી આપી રહ્યા હતાં.
તેની સાથે મુન્ના સાંઢવાયાવાળા પાસે મારા પતિએ હાથે લખેલી ડાયરીના 37 લાખનું લખાણ હોઇ તે મુજબ આ લખાણ બતાવી મારા પતિને તમે વ્યાજનો ધંધો કરી રહ્યા છો તેવી ફરીયાદ કરીશ તેમ કહી ધમકાવવામાં આવી રહ્યા હતા. શોભનાબા અને તેના પતિ 37 લાખનું સોનુ એમ ને એમ પાછુ આપી દેવાનું અને પૈસા ભુલી જવાનું જણાવ્યું જ્યારે મારા પતિને પતાવી દેવાની અને પોતાની પાસે ગુંડા પણ છે, તારા છોકરાને ઉપાડી જશે તેવી ધમકી આપવામાં આવી રહી હતી. જેના કારણે તેમને આત્મહત્યાનું પગલું ભર્યું હતું.