કરુણ ઘટનાઃ પતિના મૃતદેહ પાસે 17 કલાક બેસી રહી લાચાર મહિલા… કોઈ જ મદદે ન આવ્યું

ક્યારેક તો એવું લાગે છે કે, માનવતા સાવ મરી પરવારી છે. કેટલાક કિસ્સાઓ એવા સામે આવી રહ્યા છે કે ખરેખર કાળજુ કંપી જાય. સુરતમાંથી એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે જે સમાજ માટે એક શરમજનક ઘટના કહી શકાય.

શહેરમાં એક મહિલાના પતિનું મોત થયા બાદ તે 17 કલાક સુધી તેપ તિના મૃતદેહ પાસે બેસી રહી હતી, લોકો પાસે મદદ માગતા કોઈએ મદદ કરી નહોતી, મહિલાની આર્થિક સ્થિતી સારી ન હતી જેથી જે તે લોકો પાસે મદદ માગી હતી. અંતે સામાજિક સંસ્થાઓએ મહિલાની મદદ કરી હતી.

શહેરના ઉના પાટિયા વિસ્તારમાં રહેતી મહિલાના પતિનું મોત થયું હતું.પત્ની પાસે રૂપિયા ન હોવાથી 17 કલાક સુધી તે પતિના મૃતદેહ પાસે બેસી રહી. તેણે ઘણા લોકો પાસેથી મદદ માગી પણ તેની મદદ કોઈએ કરી નહીં. ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ કર્યા બાદ પોલીસને જાણ કરી હતી. પત્નીના જણાવ્યા મુજબ તેના પતિને દારૂ પિવાની આદત હતી. તે બપોરે ભોજન કર્યા બાદ સુઈ ગયો ત્યારજ બાદ ઉઠ્યો ન હતો. કોરોનાને કારણે પરિવારની આર્થિક સ્થિતી કથળી ગઈ છે.

પત્ની મૂળ ઝાંસીની રહેવાસી છે. એમ્બ્યુલન્સને બોલાવી ત્યારે તેના પતિનું મોત થયું હતું. ઘટના વિશે પત્નિએ તેના સંબંધીઓને ફોન કર્યો તો તેમણે કહ્યું કે મૃતદેહ લઈને તે ઝાંસી આવી જાય, પરંતુ તેની પાસે રૂપિયા ન હોવાથી આખો દિવસ તે અને તેનો બાળક પતિના મૃતદેહ પાસે બેસી રહ્યાં હતાં.

Scroll to Top