Home Ajab Gajab અ’વાદ સામૂહિક સુસાઈડ કેસઃ ‘મમ્મી મેં ઘણીવાર કાળી વિદ્યા અંગે કહ્યું પણ...

અ’વાદ સામૂહિક સુસાઈડ કેસઃ ‘મમ્મી મેં ઘણીવાર કાળી વિદ્યા અંગે કહ્યું પણ તમે માન્યા નહીં’

અમદાવાદઃ નરોડામાં કોસ્મેટિક વસ્તુઓનો વેપાર કરતા વેપારીએ પત્ની કવિતા(ઉ.વ.45) અને 16 વર્ષની દીકરી શ્રીન સાથે આપઘાત કરવાની ઘટનાને પગલે સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી ગઇ છે. મૃતક વેપારીએ કૃણાલ ત્રિવેદી(ઉ.વ.50)એ તેમના આશરે 75 વર્ષના માતાને પણ ઝેર પીવડાવી સુવડાવી દીધા હતા.

આ કેસમાં શરૂઆતમાં આપઘાત કરવાનું કારણ પારિવારીક અથવા આર્થિક હોવાનું પોલીસ માનતી હતી. પરંતુ આજે સુસાઈડ નોટ સામે આવતા એક નવો જ વળાંક આવ્યો છે. આ સુસાઈડ નોટમાં માતાને સંબોધીને મૃતક વેપારીએ લખ્યું છે કે, ‘મમ્મી મેં ઘણીવાર તમને કાળી વિદ્યા અંગે જણાવ્યું પણ તમે માન્યા નહીં’.

અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં કૃણાલભાઇના બેન-બનેવી અને પરિવારના અન્ય સંબંધીઓ પણ રહે છે. તેમજ ઘરમાં તેમના વૃદ્ધ માતા હતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મમ્મી તમે મને ક્યારેય સમજી જ શક્યા નહીં

કૃણાલ ત્રિવેદીએ ત્રણ પેજની લખેલી સુસાઈડ મુજબ, મમ્મી તમે મને ક્યારેય સમજી જ શક્યા નહીં, આખી દુનિયાએ મને શરાબી કહ્યો પણ હું નશો કેમ કરતો હતો. જો તમે મને પહેલા દિવસે જ સમજી લીધો હોત તો આજે મારી જિંદગી કંઈક બીજી જ હોત. હું જીવનમાં ક્યારેય કોઈ ચીજથી ડર્યો નથી. કૃણાલની ડિક્શનરીમાં ક્યારેય આત્મહત્યા હતી નહીં. મેં ઘણીવાર કાળી શક્તિઓ અંગે જણાવ્યું હતું. પરંતુ તમે ક્યારેય પણ તે માન્યું નહીં, અને તેનું કારણ શરાબને ગણાવી.

મેં ક્યારેય શોખથી દારૂ પીધો નથી, મારી નબળાઈનો કાળી શક્તિએ ભરપૂર ઉપયોગ કર્યો

કૃણાલ આગળ લખે છે, ‘મેં ધંધામાં MP વાળાને રૂપિયા 14,55000 આપ્યા છે. હું કોઈનો કર્ઝદાર નથી. મેં ધંધામાં 6 લાખ રૂપિયા માલ પેટે આપ્યા છે. કોઈપણ તમારી પાસે હજાર રૂપિયા લેવાનું હક્કદાર નથી. જે આજ સુધીનો સંચય છે. મેં ક્યારેય શોખથી દારૂ પીધો નથી.

મારી આ નબળાઈનો કાળી વિદ્યાઓએ ભરપૂર ઉપયોગ કર્યો છે. હું ક્યારેય ઈચ્છતો નહોતો કે મારા સાસુ-સસરા અને તમારા પર કોઈ તકલીફ આવે. પરંતુ પરિસ્થિતિએ મને ક્યારેય ઉપર આવવા જ દીધો નહીં. હું ઘણીવાર પડ્યો અને ઉભો થયો પણ હાર્યો નહીં, પણ હવે આ બધી બાબતો દિવસેને દિવસે વધી રહી છે. મમ્મી તમે તો જાણો જ છો. ‘

કાળી શક્તિઓ સરળતાથી પીછો છોડતી નથી

સુસાઈડ નોટના અંતમાં કૃણાલભાઈએ લખ્યું કે,’ જીજ્ઞેશ ભાઈ આ હવે તમારી જવાબદારી છે. શેર અલવિદા કહી રહ્યો છે. જીજ્ઞેશ કુમાર, તુષાર ભાઈ તમે બધાએ કુણાલની આ સ્થિતિ જોઈ છે. પરંતુ કોઈ કંઈ કરી શકતું નહોતું. પરંતુ મા જેટલી કવિતા કરી શકતી એટલી કરતી હતી, તેને વિશ્વાસ હતો કે કુળદેવી, આઈ તેને બચાવીને બહાર કાઢી લેશે. પરંતુ કાળી શક્તિઓ સરળતાથી પીછો છોડતી નથી

કોઈ ફોન ઉપાડતું ન હોવાથી સંબંધીઓને ગઈ શંકા

આ પહેલા ગઈકાલે રાત્રે નરોડાના હરિદર્શન ચાર રસ્તા નજીક અવની ફ્લેટમાં રહેતા અને કોસ્મેટિકનો વેપાર કરતા કૃણાલ ત્રિવેદી, પત્ની કવિતા ત્રિવેદી અને તેમની 16 વર્ષની પુત્રી શ્રીન તથા વૃધ્ધ માતા જયશ્રીબેન સાથે અવની ફ્લેટમાં ભાડાના મકાનમાં રહેતા હતા.

છેલ્લા 24 કલાકથી તેમના સંબંધીઓ સતત તેમના ઘરના અલગ અલગ સભ્યોને ફોન કરી રહ્યાં હતા પણ કોઇ ફોન ઉપાડતુ ન હોય સંબંધીઓને શંકા ગઇ હતી.

પત્ની અને દીકરીએ ઝેરી દવા પીધી તો વેપારીએ ખાધો ગળા ફાંસો 

ત્યાર બાદ સંબંધીઓ નરોડા પોલીસને લઇને અવની ફ્લેટ પર દોડી આવ્યાં હતા. ઘર અંદરથી બંધ હોય પોલીસે તોડીને તપાસ કરતા મેઇન રૂમમાંથી જયશ્રીબેન ઝેરી દવાની અસરથી બેભાન હાલતમાં મળી આવતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે એક બેડરૂમમાં પત્ની અને દીકરીનો મૃતદેહ ઝેર પીધેલી હાલતમાં નીચે અને કૃણાલભાઇ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here