અમદાવાદઃ વિશ્વભરના કડવા પાટીદારોને એક તાંતણે બાંધવા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સુશિક્ષિત, સામર્થ્યવાન અને સંગઠિત સમાજની સંકલ્પના સાથે અમદાવામાં 100 વીઘા જમીનમાં 1000 કરોડના ખર્ચે પાટીદારોની આસ્થાનું કેન્દ્ર સમું ઉમિયાધામ આકાર લેશે. અમદાવાદમાં વૈષ્ણવદેવી સર્કલ પાસે આવનાર 5 વર્ષમાં સમાજોપયોગી ઉમિયાધામનું નિર્માણ થશે. પાટીદારોને સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સ્તરે સર્વાંગી વિકાસ કરે એ હેતુંથી ઉમિયાધામનું નિર્માણ થશે.
આવું હશે પાટીદારોનું ઉમિયાધામ
*મંદિરની ઊંચાઇ 80 મીટર, લંબાઈ 60 મીટર અને પહોળાઈ 40 મીટર.
*શિખર પર 70 મીટર ઊંચાઈએ વ્યૂ ગેલેરીમાંથી શહેર જોઇ શકાશે.
*મંદિરમાં ડાબી બાજુએ શિવજી અને જમણી બાજુએ ગણેશજીનું મંદિર
*માતાજીનું સ્થાન જમીનથી 35 ફૂટ ઊંચાઈ પર હશે.
*મંદિરમાં પહોંચવા માટે સીડી, એસ્કેલેટર અને લિફ્ટની સુવિધા.
*મંદિરમાં વોકર (ટ્રાવેલેટર) મુકાશે, તેની સ્પીડ વધારી ઘટાડી શકાશે.
*ગ્રાઉન્ડ ફ્લોર પર સત્સંગ હોલ, કથા હોલ, પ્રથમ માળે પાટીદાર મ્યુઝિયમ અને બીજા માળે મંદિર હશે.
*બેઝમેન્ટમાં 3000 કાર, 5000થી વધુ ટૂ વ્હીલર પાર્કિંગ વ્યવસ્થા.
પંચામૃત ભવન નિર્માણ પામશે
* આરોગ્ય ભવન અને અન્ય સુવિધાઓ
*કેરિયર ડેવલેપમેન્ટ અને રોજગાર ભવન
*સિનિયર સિટિઝન એક્ટિવિટી ભવન
*કન્યા, કુમાર અને વર્કિંગ વુમન હોસ્ટેલ
*NRI ભવન