અમદાવાદ: હાર્દિક પટેલે અમદાવાદમાં રોડ શો કરી શક્તિ પ્રદર્શન કર્યુ. રોડ શોમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હાર્દિકને જોવા માટે ઉમટી પડ્યા હતા.
અમદાવાદમાં હાર્દિક પટેલનો રોડ શો, પાટીદારોએ કર્યું ભવ્ય સ્વાગત
હાર્દિકે સમર્થકોની મદદથી 2000 બાઈકનો રોડ શો કર્યો. 15 કિમી સુધી આ રોડ શોમાં ભીડની સાથે-સાથે હાર્દિકનો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો.
અમદાવાદમાં હાર્દિક પટેલનો રોડ શો, પાટીદારોએ કર્યું ભવ્ય સ્વાગત, જુઓ તસ્વીર
હાર્દિકે કહ્યું, કે આ તો માત્ર શરુઆત છે. બપોરે 3 વાગ્યા બાદ નદીની સામે કાંઠે મજા આવશે. હાર્દિકે કહ્યું કે તેને લોકોથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
હાર્દિકના રોડ શોમાં 2000 બાઈકનો ઉપયોગ થયો. આ દરમિયાન તેઓ યુવાનો સાથે હાથ મિલાવી રહ્યા હતા અને પોતાનાથી મોટા લોકોનો આશીર્વાદ પણ લઈ રહ્યા હતા. હાર્દિકનું માનવું છે કે સુરતની જેમ જ અમદાવાદમાં તેમને સારી પ્રતિક્રિયા મળશે.