અમેરિકન નૌસેનાએ ભારતીય નોકાદળને પહેલા બે MH-60R મલ્ટી રોલ હેલીકોપ્ટર (MRH) સોંપી દીધા છે. ભારતીય નૌસેના, લોકડીડ માર્ટિન દ્વારા નિર્મિત 24 હેલિકોપ્ટરને અમેરિકન સરકાર પાસેથી 2.4 બિલિયન અમેરિકન ડોલરની અનુમાનિત ખર્ચથી ફોરેન મિલિટ્રી સેલ્સ માટે ખરીદી રહી છે.
નેવલ એર સ્ટેશન નોર્થ આઈલેન્ડ, સેન ડિએગોમાં શુક્રવારે એક સમારંભ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં અમેરિકન નૌસેના પાસેથી ભારતીય નૌસેનામાં હેલિકોપ્ટરના ઔપચારિક ટ્રાન્સફરને માર્ક કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતના રાજદૂત તરણજીત સિંહ સંધૂ હાજર રહ્યાં હતા.
આ સમારંભમાં વાઈસ એડમિરલ કેનેથ વ્હાઈટસેલ, કમાન્ડર નેવલ એર ફોર્સ, યૂએસ નેવી અને વાઈસ એડમિરલ રવનીત સિંહ, ડિપ્ટી ચીફ ઓફ નેવલ સ્ટાફ વચ્ચે દસ્તાવેજોને લઈને પ્રક્રિયા પૂરી કરવામાં આવી. કાર્યક્રમમાં અમેરિકન નૌસેના અને લોકહીડ માર્ટિન કોર્પોરેશનનું નેતૃત્વ પણ હાજર રહ્યું.