AhmedabadGujaratNews

હાર્દિકની ચીમકી, જો 25 ઓગસ્ટે અમારી ખોટી રીતે ધરપકડ થશે તો….

અમદાવાદઃ પાસ કન્વીનર હાર્દિક પટેલ 25મી ઓગસ્ટના રોજ આમરણાંત ઉપવાસ માટે મંજૂરી ન મળતા આજે મંજૂરી વિના જ એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેસે તે પહેલા જ પોલીસે તેની અટકાયત કરી લીધી છે. આ દરમિયાન હાર્દિકે ચીમકી ઉચ્ચારતા જણાવ્યું કે, જો 25 ઓગસ્ટના રોજ અમારી ખોટી રીતે ધરપકડ થશે અને ઉપવાસ કરતા રોકાશે તો સુરત જેવા સેન્સિટિવ વિસ્તારોમાં કાયદો વ્યવસ્થા બગડી શકે છે!.

પોલીસ ખોટી રીતે હેરાન કરે છે

હાર્દિકે ઉપવાસ આંદોલન માટે મંજૂરી ન મળવાને લઈ જણાવ્યું કે, 25મી ઓગસ્ટ માટે અમને કેમ પરમિશન નથી આપતા? પોલીસ ખોટી રીતે હેરાન કરી રહી છે. મારા ઘર આગળ પાછળ 200 થી વધારે પોલીસનો કાફલો મૂકી દેવાયો છે. અમે ખેડૂતોની માંગણીઓ અને પાટીદાર સમાજ માટે આરક્ષણની માંગ કરી રહ્યા છીએ અને અમે બંધારણીય રીતે ઉપવાસ કરવા માંગીએ છીએ. અમને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે.

સુરત જેવા સેન્સિટિવ વિસ્તારોમાં કાયદો વ્યવસ્થા બગડી શકે છે!

હાર્દિકે આજની ધરપકડ અંગે વધુમાં કહ્યું કે, જો આજે એક દિવસીય પ્રતીક ઉપવાસ માટે ગુજરાતભરમાં ધરપકડ થઈ હોય તો શું 25 ઓગસ્ટ માટે બસોની બસો ભરીને આવતા ટેકેદારોની ધરપકડ કરશે આ સરકાર? જો અમારી ખોટી રીતે ધરપકડ થશે અને ઉપવાસ કરતા રોકાશે તો સુરત જેવા સેન્સિટિવ વિસ્તારોમાં કાયદો વ્યવસ્થા બગડી શકે છે!

હાર્દિકની ધરપકડ કરી સરકાર પોતાની નબળાઈ સાબિત કરે છે એ જ પાટીદારોની જીત છેઃ બાંભણિયા

જ્યારે પાસ નેતા દિનેશ બાંભણિયાએ કહ્યું કે, આજે પાટીદાર સમાજની અનામતની માંગણીને લઈ ઉપવાસની જાહેરાત બાદ ગ્રાઉન્ડ ફાળવણી મુદ્દે આંદોલનકારીઓની ધરપકડ કરતા પહેલા પોલીસ તંત્ર 100 વાર વિચારે, હાર્દિકની ધરપકડ કરીને સરકાર પોતાની નબળાઈ કરે છે, એ જ પાટીદારોની જીત છે. અનામત નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

હાર્દિક પટેલ 25મી ઓગસ્ટના રોજ આમરણાંત ઉપવાસ માટે મંજૂરી ન મળતા આજે મંજૂરી વિના જ એક દિવસના પ્રતિક ઉપવાસ પર છે. જેને પગલે પોલીસ નિકોલ જવા નીકળતા હાર્દિક અને તેના સમર્થકોની અટકાયત કરી ક્રાઈમ બ્રાન્ચ લઈ ગઈ હતી.

કોની કોની સામે ગુનો દાખલ થયો

  • હાર્દિક પટેલ
  • અલ્પેશ કથીરિયા
  • ધાર્મિક માલવીયા
  • કેતન દેસાઈ
  • રવિ કાવર
  • કિશન ચોડવડિયા
  • જતીન સિરોયા

ક્રાઈમ બ્રાન્ચ બહાર પાટીદારોના સુત્રોચ્ચાર

અટકાયત બાદ ક્રાઇમ બ્રાંચ ખાતે પાટીદારો એકઠા થઈ ગયા હતા અને ક્રાઇમ બ્રાંચ બહાર હાર્દિકના સમર્થનમાં સુત્રોચ્ચાર કર્યા હતા.

નિકોલ જવા નીકળતા હાર્દિક પટેલને પોલીસે હાથ ખેંચી બહાર કાઢતા ઝપાઝપી

આ દરમિયાન સમર્થકોએ સુત્રોચ્ચાર કર્યા હતા અને પોલીસ સાથે પણ બોલાચાલી થઈ હતી. હાર્દિક જ્યારે કરમાં બેઠો હતો ત્યારે પોલીસે તેને બહાર કાઢવાના પ્રયાસો કરતા પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી. ત્યાર બાદ પોલીસ હાર્દિકની ગાડીની ચાવી ઝુંટવીને તેને ક્રાઈમ બ્રાન્ચ લઈ ગઈ હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker