20મી જાન્યુઆરીથી મોંઘી થઈ જશે બેંક સેવાઓ, જાણો કેટલો લાગશે ચાર્જ

20મી જાન્યુઆરીથી મોંઘી થઈ જશે બેંક સેવાઓ, જાણો કેટલો લાગશે ચાર્જ

20 જાન્યુઆરીથી બેંક સામાન્યથી લઇ અમીર લોકોને પણ ઝટકો આપવાના મૂડમાં છે. તમામ સરકારી તેમજ પ્રાઇવેટ બેંક તે સર્વિસ માટે રૂપિયા વસૂલશે જે અત્યાર સુધી ફ્રી રહેતી હતી. જોકે, હજુ પણ બેંક કેટલીક સુવિધાઓ માટે ચાર્જ રાખવો કે નહીં તે નક્કી કરી રહી છે પરંતુ મોટાભાગની સેવાઓ ચાર્જ હેઠળ લાવવામાં આવી છે. આથી જો તમે ધ્યાન નહીં રાખો તો ખાતામાંથી રૂપિયા કપાઇ શકે છે.

20મી જાન્યુઆરીથી મોંઘી થઈ જશે બેંક સેવાઓ, જાણો કેટલો લાગશે ચાર્જ

રૂપિયા કાઢવા, પૈસા જમા કરાવવા, મોબાઇલ નંબર બદલાવવો, કેવાયસી સરનામું બદલવું, નેટ બેન્કિંગ અને ચેકબુક માટે અરજી કરવી વગેરે જેવી સેવાઓ માટે ચાર્જ આપવો પડશે. આ ઉપરાંત પોતાની બેંક સિવાય અન્ય બ્રાન્ચની સર્વિસનો ઉપયોગ કરવા પર પણ તમારે રૂપિયા ચૂકવવા પડશે. આ સુવિધા માટે તમારે અલગથી જીએસટી પણ આપવો પડશે.

20મી જાન્યુઆરીથી મોંઘી થઈ જશે બેંક સેવાઓ, જાણો કેટલો લાગશે ચાર્જ

આ સર્વિસ પર લાગશે ચાર્જ

 • રૂપિયા નીકાળવા અથવા જમા કરાવવા પર
 • મોબાઇલ નંબર બદલાવવા પર
 • કેવાયસીમા એડ્રેસ ચેન્જ કરવું હોય તો
 • નેટ બેન્કિંગ અને ચેક બુક લેવા પર

કેટલો લાગશે ચાર્જ

 • સેવિંગ એકાઉન્ટમાંથી 50 હજાર ઉપાડવા હશે તો : 10 રૂપિયા
 • એકથી વધારે ચેક ક્લિયરન્સ પર : 10 રૂપિયા
 • એક દિવસમાં એકથી વધારે ટ્રાન્ઝેક્શન પર : 10 રૂપિયા
 • સિગ્નેચર વેરિફિકેશન તેમજ ફોટો અટેસ્ટ : 50 રૂપિયા
 • મોબાઇલ નંબર અને એડ્રેસ અપડેટ : 25 રૂપિયા

પાસબુક અને ચેકબુક માટે પણ ચાર્જ

 • ડુપ્લીકેટ પાસબુકઃ 50 રૂ.
 • નવી ચેકબુક માટેઃ 25 રૂ.
 • પાસબુક અપડેટઃ 10 રૂ.
 • સ્ટેટમેન્ટ લેવા માટેઃ 25 રૂ.
 • પિન અને પાસવર્ડ નંબરઃ 10 રૂ.
 • ઇન્ટરનેટ મોબાઇલ બેન્કિંગઃ 25 રૂ.

આ ઉપરાંત અન્ય સીસી, કરન્ટ અને ઓડી એકાઉન્ટમાં એક જ દિવસમાં બે લાખ રૂપિયા જમા થઇ શકશે.
25000 રૂપિયાથી વધારે જમા કરાવવા પર દરેક હજાર રૂપિયાએ અઢી રૂપિયા અથવા ઓછામાં ઓછા 50 રૂપિયા આપવા પડશે.

 

 

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here