ટીવીની જાણીતી અભિનેત્રી અને બિગ બોસ ફેમ દેવોલીના ભટ્ટાચાર્જીને તેમના ‘ગોપી વહુ’ ના પાત્રથી ઘર-ઘરમાં ઓળખાણ મળી હતી. દેવોલિનાએ પોતાની કારકિર્દીમાં ઘણી સિરિયલોમાં કામ કર્યું છે. તેની સાથે તે ઘણા રિયાલિટી શોમાં પણ જોવા મળી છે. એક્ટિંગ ઉપરાંત દેવોલિના તેના સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે અવારનવાર પ્રશંસકોની વચ્ચે પોતાની બોલ્ડ અને હોટ તસ્વીરો પોસ્ટ કરી તેમને દીવાના બનાવતી રહે છે.
ઘણી વખત પોતાના બિંદાસ નિવેદનના કારણે ચર્ચામાં બની રહે છે. આ દરમિયાન દેવોલીના ભટ્ટાચાર્જી પોતાની કેટલીક તસ્વીરોના કારણે ચર્ચામાં આવી છે. તેમી આ તસ્વીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
View this post on Instagram
ગોપી વહુ એટલે કે દેવોલીના ભટ્ટાચાર્જીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમની ઘણી સુંદર અને બોલ્ડ તસ્વીરો પોસ્ટ કરી છે. તસ્વીરોમાં તેમનો હોટ લૂક જોઈને ચાહકો એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા છે. દેવોલિનાએ પોસ્ટ કરેલી નવીનતમ તસ્વીરોમાં તેમના કોઈ ફોટોશૂટની તસ્વીરો જોવા મળી રહી છે. આ તસ્વીરોમાં તેણે બ્લેક રંગની સિલ્ક ડ્રેસ પહેરી છે.
આમાં તે ખૂબ જ સુંદર જોવા મળી રહી છે. અભિનેત્રીએ પોતાના બ્લેક ડ્રેસ સાથે એક સુંદર ડાયમંડ નેકલેસ પહેર્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. દેવોલિનાનો આ અંદાજ ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. તેમની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જ્યારે, ચાહકો તેના પર કમેન્ટ કરી પ્રતિક્રિયા આપી રહયા છે. જયારે અત્યાર સુધી આ ફોટોસને ઘણા લોકો જોઈ ચુક્યા છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, તાજેતરમાં દેવોલીના ભટ્ટાચાર્જીએ પોતાની કેટલીક થ્રોબેક ફોટોસ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી જેમાં તે એકદમ અલગ જોવા મળી હતી. આ ફોટોસ ત્યારની છે જ્યારે દેવોલીના ભટ્ટાચાર્જી ભરતનાટ્યમ ડાન્સ શીખ્યા કરતી હતી. આ ફોટોસમાં દેવોલીના પોતાની અને મિત્રો સાથે ભરતનાટ્યમના જુદા-જુદા પોઝ આપતી જોવા મળી રહી હતી.