ફ્લિપકાર્ટના કો-ફાઉન્ડરને ગૂગલે કર્યા હતા 2 વાર રિજેક્ટ, આજે પણ પત્ની કરે છે બીજી સાઇટથી શોપિંગ

દેશની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટના કો-ફાઉન્ડર બિન્ની બંસલે બે વખત ગૂગલ પાસે નોકરી માંગી હતી અને બંને વખત તેઓ રિજેક્ટ થઇ ગયા હતા. ત્યારબાદ તેઓએ ફ્લિપકાર્ટ બનાવી. એક કાર્યક્રમમાં તેઓએ કરિયરના અનેક કિસ્સાઓ અંગે જણાવ્યું હતું. બિન્નીએ જણાવ્યું કે, પત્નીને ફ્લિપકાર્ટથી ખરીદી કરવા માટે રાજી કરવી એ મોટાં પડકારોમાંથી એક છે. તે દરરોજ બિગ બાસ્કેટથી ફ્રૂટ અને શાકભાજી ખરીદે છે, હું કહું છે કે, ફ્લિપકાર્ટના નવા ફિચર્સ ટ્રાય કરો.

એમેઝોન તરફથી મળ્યું તગડું બોનસ

– 2006માં બિન્ની એમોઝોનમાં સીનિયર સોફ્ટવેર એન્જિનિયર બન્યા. સચિન બંસલ (ફ્લિપકાર્ટના કો-ફાઉન્ડર)ના રેફરન્સથી તેઓને નોકરી મળી.
– આ ઘટના સાથે જોડાયેલો કિસ્સો જણાવતા બિન્નીએ કહ્યું, મારો રેફરન્સ આપવા માટે સચિનને એમોઝોન તરફથી બોનસ તરીકે મોટી રકમ મળી હતી, પરંતુ 8 મહિના બાદ જ મેં નોકરી છોડી દીધી અને સચિનને બોનસના પૈસા પરત આપવા પડ્યા.
– સચિન અને બિન્નીએ મળીને અમેઝોન સાથે કામ કરતા કરતા જ ફ્લિપકાર્ટનું પ્લાનિંગ કર્યુ અને 2007માં તેને લૉન્ચ કરી દીધી.

ઘરે-ઘરે જઇને ડિલિવરી આપી

– ફ્લિપકાર્ટના બિગ બિલિયન ડે સેલ્સ સાથે જોડાયેલા કિસ્સા અંગે બિન્નીએ કહ્યું કે, ગ્રાહકોને સારી રીતે સમજવા માટે સચિન અને મેં ઘરે-ઘરે જઇને સામાન ડિલિવર કર્યો.
– કેટલાંક લોકોએ તો અમને ઓળખ્યા સુદ્ધાં નહીં, જે લોકો ઓળખી ગયા તેઓએ અમારી સાથે સેલ્ફી લીધી.
– આ દરમિયાન એક એવો ગ્રાહક મળ્યો જે મને ઓફિસ પરત આવવા દેતો નહતો. તેના પરિવારના સભ્યો પણ મારી સાથે વાતચીત કરવા માટે ઉત્સાહિત હતા. ત્યારબાદ ચા અને મિઠાઇનો દોર ચાલ્યો.
– તે દિવસે હું સમજી ગયો કે, ગ્રાહક જ બધુ છે, હું તેઓને ના કહી શક્યો નહીં.

આઇઆઇટીમાં જવું માત્ર સંયોગ

– બિન્નીએ જીવનની શરૂઆત અંગે જણાવ્યું કે, સ્પોર્ટ્સ તેમનું પેશન હતું. અભ્યાસમાં તેઓ ઠીકઠાક હતા. એવામાં આઇઆઇટીમાં જવું આશ્ચર્યજનક રહ્યું.
– પરંતુ આઇઆઇટી દિલ્હીનો દોર તેમના જીવનના સૌથી સારાં દિવસોમાં સામેલ રહ્યો. ત્યાંનું હોસ્ટેલ કલ્ચર ખૂબ જ ખાસ છે. તે પોતાના ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ અને સાથીઓની સરખામણીમાં હોસ્ટેલ પ્રત્યે વધુ વફાદાર હતા.
– સ્પોર્ટ્સ ઇવેન્ટ અને કલ્ચર શોના સમયે બીજી હોસ્ટેલના સ્ટુડન્ટ્સ સાથે કોમ્પિટિશન રહેતું હતું.
– બિન્ની દિલ્હી આઇઆઇટીની શિવાલિક હોસ્ટેલમાં રહેતા હતા. તેની સાથે જોડાયેલી યાદો તેમના જીવનનો મહત્વનો હિસ્સો રહી

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here