બ્રિટનના વડાપ્રધાનની વ્હોટ્સએપ ચેટ લીકઃ મૂકાઈ શકે છે મુશ્કેલીમાં

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનની વોટ્સએપ ચેટ લીક થવાના કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ચેટને બોરિસના જ પૂર્વ સીનિયર સલાહકાર રહેલા ડોમિનિક કમિંગ્સે જ લીક કર્યા છે. આ ચેટમાં બોરિસ જોનસન આરોગ્ય સચિવ મેટ હેનકોકની ટીકા કરતા જોઇ શકાય છે. જ્યારે કમિંગ્સે તેમના એક લાંબા બ્લોગ પોસ્ટમાં આરોપ લગાવ્યા છે કે મેટ હેનકોકો કોરોનાકાળની નિષ્ફળતાને લઇ જુઠ્ઠુ બોલતા આવ્યા છે.

કમિંગ્સ પ્રમાણે આ સ્ક્રીનશોટ ગત વર્ષ 26 માર્ચનો છે. આમાં કમિંગ્સ અને બોરિસ જોનસન યુકેની કોવિડ ક્ષમતાઓને લઇને વાત કરી રહ્યા છે. આ ચેટ દરમિયાન બોરિસ જોનસન ઘણા જ નિરાશ જોવા મળી રહ્યા છે અને કહે છે કે સ્વાસ્થ્ય સચિવ મેટથી કોઈ આશા કરી શકાય નહીં. આ ઉપરાંત ગત વર્ષે 27 એપ્રિલના એક ચેટને પણ કમિંગ્સે લીક કરી છે. આ ચેટમાં બોરિસ સ્પષ્ટ કરે છે કે તેમને PPE કિટની જવાબદારી મેટ હેનકોકથી લેવી જોઇએ અને તેમની જગ્યાએ આ જવાબદારી ઑફિસ મિનિસ્ટર માઇકલ ગોવને આપી દેવી જોઇએ.

આ ચેટ્સના આધારે કમિંગ્સે બોરિસ પર નિશાન સાધ્યું છે. તેમણે પોતાના બ્લોગ પોસ્ટમાં લખ્યુ છે કે મેટ હેનકોક કોરોનાકાળમાં ટેસ્ટિંગ, પીપીઈ કિટ્સ અને હોમ કેરને લઇ સંપૂર્ણ રીતે અસફળ રહ્યા અને બોરિસે પોતે તેમની કડક ટીકા કરી. તેમ છતાંય બોરિસ જોહોન્સને મેટને બરતરફ નથી કર્યા. તેમની બેદરકારીના કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

તેમણે કહ્યું કે, મને સમજાઈ નથી રહ્યું કે, જ્યારે પીએમ બોરિસને ખુદને લાગતુ હતુ કે મેટ એક ખરાબ સ્વાસ્થ્ય સચિવ છે તો તેમણે દુનિયાની સૌથી ખતરનાક મહામારીની વચ્ચે પણ પદથી કેમ ના હટાવ્યા? બોરિસ જોનસન અને મેટ હેનકોકે આ મામલે જવાબ આપવાની જરૂર છે.

Scroll to Top