હવે ચીનમાં પ્રતિકલાક 600 કિલોમીટરની ઝડપે દોડશે ટ્રેન, પ્રોજેક્ટને લીલીઝંડી

ચીનની સરકારની કંપની – સીઆરઆરસી ક્લિગંડાઓ સિફાંગ કંપની લિમિટેડે જાહેરાત કરી છે કે ચીને પ્રતિકલાક 600 કિલોમીટરની ઝડપે દોડતી મેગ્નેટિક લેવિયેશન ટ્રેન શરૂ કરવા માટેની ટેક્નિકલ યોજનાને મંજૂરી આપી છે.

ચીનની સરકારે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે દેશના 19 નિષ્ણાંતે આ ઝડપી ટ્રેન માટેના ટેક્નિકલ પ્લાનની સમીક્ષા કરી હતી. ચકાસણી સમિતિએ આ મુદ્દે જરૂરી પૂછપરછ અને ચર્ચા વિચારણા કર્યા બાદ 25મી જાન્યુઆરીએ યોજનાને સર્વાનુમતે મંજૂર કરી હતી. ચીનના સાયન્સ અને ટેકનોલોજી મંત્રાલયે 2016માં જાહેર કરેલી 18  સુધારા અને વિકાસ યોજનામાં મેગ્નેટિક લેવિયેશન ટ્રેન શરૂ કરવાની યોજનાનો સમાવેશ થાય છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here