અમદાવાદમાં ગુનેગારો બેફામ બન્યાઃ પૂર્વ પ્રેમી પરણિત પ્રેમીકાના ઘરમાં ઘુસીને તેની હત્યા કરી

અમદાવાદ શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ સતત અને સખત રીતે વધુ રહ્યું છે. ગુનેગારો એટલા બેફામ બની ગયા છે કે કોઈપણ ગુનાને અંજામ આપતા પહેતા તેમને કાયદાનો સહેજ પણ ડર ન સતાવતો હોય તેવું સ્પષ્ટ પણે પ્રતીત થઈ રહ્યું છે. હત્યા, લૂંટ અને માતાઓ-બહેનોની છેડતીમાં છેલ્લા કેટલાક સમયથી વધારો થયો છે.

ગુજરાત રાજ્ય માત્ર ભારત જ નહી પરંતુ સમગ્ર વિશ્વમાં સ્ત્રીઓ માટે એકદમ સુરક્ષીત રાજ્ય માનવામાં આવે છે. અહીંયા રાત્રે 3 વાગ્યે પણ દિકરી એકલી નિકળે તો તેને કોઈપણ પ્રકારનો ડર ન હોય તેવું કહેવાતું. પરંતુ હવે… પરીસ્થિતિઓ બદલાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.

અમદાવાદમાંથી આવી જ એક સનસનીખેજ ઘટના સામે આવી છે. શહેરમાં ભૂમિકા પંચાલ નામની એક પરિણિતાની તેના જ ઘરમાં હત્યા કરી નાખવામાં આવી છે તેના પૂર્વ પ્રેમીએ ઘરમાં ઘૂસીને અંદરથી દરવાજો બંધ કરી દીધો  હતો અને તેની હત્યા કરી નાખી હતી.

પ્રેમી વનરાજ સિંધાએ છરી પોતાના પેટમાં ઘુસાડીને આત્મ હત્યાનો પણ પ્રયાસ કર્યો હતો. જ્યારે દરવાજો તોડીને આસપાસના લોકો ઘરમાં ગયા ત્યારે બંને લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યાં હતા. જેમાં પરિણિતાનું મોત થઇ ગયું છે જ્યારે આરોપીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલમાં પોલીસે ગુનો નોંધી આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.

Scroll to Top