મારી પર પણ તોગડિયા જેવો ભય, BJP-RSS કરાવી શકે છે હત્યાઃ જીજ્ઞેશ મેવાણી

ગુજરાતમાંથી ઉભરેલા યુવા દલિત નેતા અને વડગામના ધારાસભ્યય જીજ્ઞેશ મેવાણીનું કહેવું છે કે તેમના જીવને પણ તોગડીયાની જેમ ખતરો છે અને ભાજપ-આરએસએસ તેમને રસ્તેથી હટાવવા માટે કંઈપણ કરી શકે છે. જેથી કેટલાક દલિત સંગઠનોએ મેવાણી માટે Y કેટેગરીની સુરક્ષાની માગણી કરી છે. મીડિયા રિપોર્ટના આધારે એવા અહેવાલ મળી રહ્યા છે કે જિજ્ઞેશે મંગળવારે સાંજે એક નિવેદન આપતા કહ્યું કે, ‘મારા મનમં પણ પ્રવિણ તોગડિયા જેવો ભય છે. મને લાગે છે કે કોઈક મારી હત્યા કરવાનો પ્રયાસ કરશે. મારા સૂત્રોએ મને કહ્યું છે કે ભાજપ અને આરએસએસના લોકો મને રસ્તા પરથી હટાવવા માગે છે.’

જીજ્ઞેશ મેવાણીની સુરક્ષાને લઈને કેટલાક દલિત સંગઠનોએ Y કેટેગરીની સુરક્ષા માટે માગણી કરી છે. તમને જણાવી દઈએ કે Y કેટેગરીની સુરક્ષામાં 8 કમાંડો સહિત 11 પોલિસકર્મી તહેનાત હોય છે. આ દલિત સંગઠનો દ્વારા રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં કલેક્ટરને આ અંગે અરજી સોંપવામાં આવી છે.

તો આ સાથે જ મેવાણી અને ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખર વિરુદ્ધ ચાલતા કેસને પણ પરત ખેંચવાની માગણી કરી છે. રાષ્ટ્રીય દલિત મંચના જણાવ્યા મુજબ રાજ્યભરમાં લગભગ 30 જેટલા જિલ્લાઓમાં આ આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે.

 

 

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here