AhmedabadCentral GujaratGujaratNewsNorth GujaratPoliticsSouth Gujarat

દલિત આંદોલન બન્યું હિંસક, સારંગપુર, વડોદરામાં તોડફોડ-ટ્રેન રોકાઈ, જાણો વધુ

સારંગપુરમાં કેટલાક તોફાનીઓએ દુકાનોમાં તોડફોડ કરી હોવાની ઘટના બાદ સ્થિતિને કાબૂમાં લેવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ સારંગપુર દોડી આવી હતી.

ક્રાઈમબ્રાંચ સારંગપુર પહોંચી
ક્રાઈમબ્રાંચ સારંગપુર પહોંચી

યાત્રાધામ ચોટીલામાં પ્રદર્શનકારીઓએ દુકાનો બંધ કરાવવા માટે પથ્થરમારો કર્યો હતો. જેમાં એક દુકાન પાસે ઉભેલા બે બાળકોને પણ પથ્થર વાગતા તેમને માથામાં ઈજા થઈ હતી. આ ઘટનાથી રોષે ભરાયેલા વેપારીઓ ચોટીલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, અને તોફાનીઓ સામે કડક પગલાં લેવા માગ કરી હતી.

સારંગપુર બ્રિજ બંધ કરી દેવાયો
સારંગપુર બ્રિજ બંધ કરી દેવાયો

બીઆરટીએસ બાદ અમદાવાદમાં એએમટીએસની બસો પણ અટકાવી દેવાઈ છે. એએમટીએસની 32 જેટલી બસોમાં તોડફોડ કરવામાં આવી છે. બસોને બંધ કરી દેવાતા લાખો મુસાફરો રઝળી પડ્યા છે.

સારંગપુર બ્રિજ બંધ કરી દેવાયો
સારંગપુર બ્રિજ બંધ કરી દેવાયો

સીએમ વિજય રુપાણીએ હિંસક બનેલા ભારત બંધ માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી હતી. રુપાણીએ કહ્યું હતું કે કોંગ્રેસ દલિતોને ગેરમાર્ગે દોરી રહી છે. તેમણે દલિતોને શાંતિ જાળવી રાખવા તેમજ જાહેર મિલકતને નુક્સાન ન પહોંચાડવા પણ અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સુપ્રીમના ચુકાદા સામે કેન્દ્ર સરકારે રિવ્યૂ પિટિશન કરી દીધી છે.

ટીવી રિપોર્ટ્સ અનુસાર, અમદાવાદના સારંગપુર વિસ્તારમાં દુકાનો બંધ કરાવવા નીકળેલા ટોળાંએ કેટલીક દુકાનોમાં તોડફોડ કરી હતી. ટોળાંની તોફાની હરકતને કારણે સ્થાનિકોમાં જોરદાર રોષ ભભૂકી ઉઠ્યો હતો. સારંગપુરમાં સવારથી જ મોટી સંખ્યામાં દલિતો એકત્ર થયા છે. ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પણ સારંગપુરમાં ઉપસ્થિત છે. ઉગ્ર થયેલા દલિતોએ સારંગપુર બ્રિજને પણ આડશો મૂકીને બંધ કરી દીધો હતો.

ભાવનગરમાં પણ રસ્તા રોકાયા
ભાવનગરમાં પણ રસ્તા રોકાયા

ઉગ્ર બનેલા દલિતોએ વડોદરામાં સિટી બસ સેવા બંધ કરાવી દીધી હતી. ટીવી રિપોર્ટ્સ અનુસાર, 200થી વધુ લોકોનું ટોળું રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7 પર પહોંચ્યું હતું અને ટ્રેનને રોકવામાં આવી હતી. એક દલિત યુવક ટ્રેનના એન્જિનમાં ચઢી ગયો હતો. પોલીસે સમજાવટથી આખો મામલો થાળે પાડી ટ્રેનના એન્જિનમાં ચઢી ગયેલા યુવકને નીચે ઉતાર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા રેલવે સ્ટેશને થયેલા હલ્લાબોલને કારણે પાંચ જેટલી ટ્રેનોને સ્ટેશન પર જ અટકાવી દેવાઈ હતી.

BRTS સેવા બંધ કરાઈ
BRTS સેવા બંધ કરાઈ

અમદાવાદમાં 15 જેટલી બસો પર પથ્થરમારો કરાતા બીઆરટીએસની સેવા બંધ કરવામાં આવી છે.

બોટાદમાં એસટી બસ પર પથ્થરમારો
બોટાદમાં એસટી બસ પર પથ્થરમારો

મોટી સંખ્યામાં સારંગપુર પાણીની ટાંકી પાસે એકઠા થયેલા દલિતોએ સારંગપુર બ્રિજને જ આડશો મૂકીને બંધ કરી દીધો હતો. સતત ટ્રાફિકથી ધમધમતા રહેતા આ વિસ્તારમાં રસ્તા બંધ કરી દેવાતા વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી, અને લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી હતી.

આદિવાસીઓનું તીર-કામઠાં સાથે વિરોધ પ્રદર્શન
આદિવાસીઓનું તીર-કામઠાં સાથે વિરોધ પ્રદર્શન

અમદાવાદના સારંગપુર વિસ્તારમાં દલિતો ઉપરાંત આદિવાસીઓએ પણ કર્યું વિરોધ પ્રદર્શન. તીર-કામઠાં સાથે આદિવાસીઓએ કર્યો એસસી-એસટી એક્ટમાં સુધારાનો વિરોધ. દલિતોના વિરોધ પ્રદર્શનને કારણે વિસતથી ચાંદખેડા સુધીનો રસ્તો પણ બંધ કરી દેવાયો.

દલિતોમાં ભભૂકતો રોષ
દલિતોમાં ભભૂકતો રોષ
રસ્તા પર ઈંટો મૂકી દેવાઈ
રસ્તા પર ઈંટો મૂકી દેવાઈ
સુખરામ નગરમાં વિરોધ પ્રદર્શન
સુખરામ નગરમાં વિરોધ પ્રદર્શન
ટોળાંએ દુકાનો બંધ કરાવી
ટોળાંએ દુકાનો બંધ કરાવી
સારંગપુર પાસે વિરોધ
સારંગપુર પાસે વિરોધ
ભારત બંધની અસર ગુજરાતમાં પણ દેખાઈ
ભારત બંધની અસર ગુજરાતમાં પણ દેખાઈ
ઉગ્ર રોષ સાથે સૂત્રોચ્ચાર
ઉગ્ર રોષ સાથે સૂત્રોચ્ચાર

ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતના મોટાભાગના જિલ્લાઓ તેમજ મોટા શહેરોમાં દલિતો રસ્તા પર ઉતરી આવ્યા છે, અને ST-ST એક્ટમાં સુપ્રીમે કરેલા સુધારાનો વિરોધ કરી રહ્યા છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker