GujaratNews

‘મોત ઔર કફન બાંધકર ચલ રહા હું, સલાખો સે નહીં ડરતા’- હાર્દિક પટેલનું ટ્વિટ

વિસનગર કોર્ટે આજે PASSના આગેવાન હાર્દિક પટેલને રાયોટિંગના ગુનામાં બે વર્ષની સજા ફટકારી હતી. સાથે જ કોર્ટે તેને રૂ. 50 હજારનો દંડ પણ ફટકાર્યો હતો. 23મી જુલાઈ, 2015ના રોજ વિસનગરના ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં કરવામાં આવેલી તોડફોડના કેસમાં કોર્ટે હાર્દિક પટેલ સહિત ત્રણ લોકોને દોષિત જાહેર કરીને બે-બે વર્ષની સજા ફટકારી હતી. સજા જાહેર થયા બાદ હાર્દિકે એક પછી એક એમ ટ્વિટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી હતી.

હાર્દિકનું પ્રથમ ટ્વિટ

કોર્ટે સજા ફટકાર્યા બાદ હાર્દિક પટેલે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વિવ કરીને લખ્યું હતું કે, “કોઈપણ સમસ્યાનું સમાધાન તેના નિર્ધારિત સ્તરેથી નથી થઇ શકતું, આ પ્રકારની મુસીબતના ઉકેલ માટે જે-તે નિર્ધારિત સ્તરથી ઉપર જવું પડે છે. ઇન્ક્લાબ ઝિંદાબાદ.”

किसी भी मुश्किल को उसके बनाये गए लेवल पर हल नहीं किया जा सकता, उस मुसीबत को उस लेवल से ऊपर उठने पर ही हल किया जा सकता है। इंक़लाब ज़िंदाबाद

 

હાર્દિક પટેલનું બીજું ટ્વિટ

સામાજિક ન્યાય અને અધિકાર માટે જો લડવું ગુનો હોય તો હું ગુનેગાર છું. સત્ય અને અધિકારની લડાઈ લડનાર વ્યક્તિ જો બળવાખોર હોય તો હું બળવાખોર છું. ખેડૂતો, યુવાઓ અને ગરીબો માટે લડાઈ લડતા મારા અવાજને ભાજપની હિટલરશાહી સત્તા દબાવી નહીં શકે.

હાર્દિકનું ત્રીજુ ટ્વિટ

મૌત ઔર કફન બાંધકર ચલ રહા હું. સલાખો સે નહીં ડરતા, બાત અગર મેરી હોતી તો બૈઠ જાતા ઘર મેં, લેકીન બાત કરોડો ગરીબ લોગો કી હૈ.

શું હતો બનાવ?

23મી જુલાઈ, 2015ના રોજ અનામત આંદોલનને લઈને વિસનગરમાં પાટીદારોની વિશાળ રેલી નીકળી હતી. બાદમાં અનામત આંદોલનકારીઓ સ્થાનિક ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસે આવેદનપત્ર આપવા માટે ગયા હતા. આ સમયે ટોળાએ ધારાસભ્યની ઓફિસે તોડફોડ કરી હતી. આ ઘટનાનું રિપોર્ટિંગ કરી રહેલા ટીવી ચેનલોના કેમેરા પણ તોડી નાખવામાં આવ્યા હતા.

વાહનોમાં તોડફોડ

ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ બાદ એકઠા થયેલા ટોળાને વિખેરવા માટે પોલીસ અહીં ટિયરગેસના શેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો. ટોળાએ ધારાસભ્યની ઓફિસ બહાર પાર્ક કરવામાં આવેલા વાહનોમાં પણ

તોડફોડ કરી હતી. આ સમયે પોલીસે ટોળાને વિખેરવા માટે છ રાઉન્ડ હવામાં ફાયરિંગ કરવાની પણ ફરજ પડી હતી. આ કેસમાં કોર્ટમાં હાજર ન રહેલા હાર્દિક પટેલ અને લાલજી પટેલ સામે કોર્ટે ધરપકડ વોરંટ પણ ઈશ્યૂ કર્યું હતું.

હાર્દિક પટેલ અને લાલજી પટેલ સહિતના આરોપીઓ સામે પોલીસે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. આ કેસમાં હાર્દિક પટેલ તથા લાલજી પટેલ આરોપી ઠરે તો તેમને ત્રણ વર્ષ સુધીની સજા તથા દંડ થઈ શકે છે. હાર્દિક તથા લાલજી સામે આગજની, તોડફોડ તથા લૂંટની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે.

લાલજી પટેલ એ કોર્ટ પરિસર માં મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે, અને ચુકાદો કોઈ પણ આવે પરંતુ ગુજરાત માં શાંતિ જાળવજો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker