લૉ ગાર્ડનની વિખ્યાત ખાઉગલી પર AMCએ બુલડોઝર ફેરવી દીધું

અમદાવાદ: શહેરના લૉ ગાર્ડન પાસે આવેલી દેશની બીજા નંબરની સૌથી સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ ખાઉગલી પર મ્યુનિસિપલ કોર્પોરેશને બુલડોઝર ફેરવી દીધું છે. વર્ષોથી અમદાવાદીઓ અહીં મોડી રાત્રે જમવા આવતા હતા, અને અહીં અનેક ફુડ સ્ટોલ્સ આવેલા હતા. જેના કારણે અહીં ટ્રાફિકની ખૂબ સમસ્યા થતી હતી. જોકે, અહીં પાર્કિંગની કોઈપણ પ્રકારની વ્યવસ્થા જ ન હોવાથી રસ્તા પર જ આખી ખાઉગલી ભરાતી હતી અને તેના કારણે વાહનોને પસાર થવા માટે જગ્યા જ રહેતી નહોતી. તેમાં પણ સાંજે તો સ્થિતિ એવી થતી કે અહીંથી ચાલીને પસાર થવું પણ મુશ્કેલ થઈ જતું.

FSSIએ આપ્યો હતો દેશની બીજા નંબરની સ્વચ્છ ફૂડ સ્ટ્રીટનો એવોર્ડ

તાજેતરમાં FSSI(ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા)એ ખાઉગલીને ક્લિન સ્ટ્રીટ ફુડ હબ પ્રોજેક્ટ હેઠળ બીજા નંબરની સૌથી સ્વચ્છ સ્ટ્રીટ ફૂડ હબનો એવોર્ડ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, કાંકરિયાની ફૂડ સ્ટ્રીટને પહેલો નંબર આપવામાં આવ્યો હતો.

ટ્રાફિક હલ કરવાનો પ્રયાસ

અમદાવાદમાં ઠેરઠેર થતાં ગેરકાયદે પાર્કિંગને કારણે જબરજસ્ત વકરેલી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે પોલીસ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જોરદાર સક્રીય બની રહ્યા છે. ટ્રાફિકમાં અડચણરુપ બનતા દબાણને શહેરના રસ્તા પરથી હટાવાઈ રહ્યા છે, તેમજ પાર્કિંગ માટે ચાર્જ વસૂલતા મોલ્સને પણ ફ્રી પાર્કિંગ માટે ફરજ પડાઈ રહી છે.

ખાવાના શોખીન અમદાવાદીઓમાં માણેકચોક ઉપરાંત લૉ ગાર્ડનની ખાઉગલી પણ ખૂબ જ જાણીતી હતી. જોકે, અહીં પાર્કિંગની કોઈ વ્યવસ્થા ન હોવાથી તેમજ રસ્તા પર જ આખી ખાઉગલી ભરાતી હતી, અને તેના કારણે વાહનોને પસાર થવા માટે જગ્યા જ નહોતી રહેતી. સાંજે તો સ્થિતિ એવી થતી કે અહીંથી પસાર થવું મુશ્કેલ થઈ જતું.

અમદાવાદમાં ઠેરઠેર થતાં ગેરકાયદે પાર્કિંગને કારણે જબરજસ્ત વકરેલી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે પોલીસ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જોરદાર સક્રીય બની રહ્યા છે. ટ્રાફિકમાં અડચણરુપ બનતા દબાણને શહેરના રસ્તા પરથી હટાવાઈ રહ્યા છે, તેમજ પાર્કિંગ માટે ચાર્જ વસૂલતા મોલ્સને પણ ફ્રી પાર્કિંગ માટે ફરજ પડાઈ રહી છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here