દેશભરમાં છેલ્લા દસ દિવસથી ચાલી રહેલા આંદોલનની અસર Gujarat ના પણ વર્તાઈ હતી. જો કે આ આંદોલન દરમ્યાન ખેડૂતો દ્વારા શાકભાજી અને દૂધ રોડ પર ફેંકીને સરકારની ખેડૂત વિરોધી નીતિઓ વિરોધ કરવામાં આવી રહ્યો હતો. તેવા સમયે ગુજરાતના નાયબ સીએમ નીતિન પટેલે આ સમગ્ર આંદોલનને રાજકારણ સાથે જોડીને વિવાદ ઉભો કર્યો હતો. નીતિન પટેલે કહ્યું હતું કે ખેડૂત રસ્તા પર શાકભાજી નથી ફેંકી રહ્યો. પરંતુ કોઈ રાજકીય વ્યકિત રાજકારણ કરી રહ્યું છે.
આ ઉપરાંત સાબરકાંઠામાં ખેડૂત આત્મહત્યા પ્રત્યે સંવેદના વ્યક્ત કરવાના બદલે તેના કારણ તરફ તેમણે અંગુલી નિર્દેશ કર્યો હતો. નીતિન પટેલના આ બંને નિવેદને સાફ કરી દીધું છે સરકાર ખેડૂતોના પ્રશ્નોને લઈને કેટલી ગંભીર છે. જેમાં ખેડૂતોના પ્રાણપ્રશ્નોમાં પણ ભાજપ સરકાર રાજકારણને રમી રહી છે. તેમજ ખેડૂતોના પ્રશ્નોને ઉકેલવાની દિશામાં કોઈ પણ પગલાં લેવાનું નિવેદન આપ્યું નથી.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ દેશભરમાં વિવિધ માંગો સાથે હડતાળ કરી વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત ના આંદોલનને BJP ના કેન્દ્રીય મંત્રી રાધા મોહનસિંહે પબ્લીસીટી સ્ટંટ ગણાવ્યો હતો. જેને લઈને ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.કેન્દ્રીય મંત્રી રાધામોહનસિંહ પટનામાં પ્રેસને સંબોધિત કરતા ત્યારે તેમને ખેડૂતોના આંદોલન અંગે પૂછ્યું કે તેમણે કહ્યું કે તેમને મીડિયા આવવા માટે નવા નવા કામો કરવા પડી રહ્યાં છે.
દેશના ૧૪ કરોડ ખેડૂત છે અને ૧૦૦૦ જેટલાં સંગઠન છે. તેથી તેમને મીડિયા એટેન્શન માટે નવા નવા નુસખા અપનાવી રહ્યાં છે. આ પૂર્વે હરિયાણામાં સીએમ મનોહરલાલ ખટ્ટરે પણ કહ્યું હતું કે આ આંદોલનનો કોઈ મુદ્દો નથી. તેમજ ખેડૂતોના ગેરમાર્ગે જઈને તેમનું નુકશાન કરી રહ્યાં છે.
મોદી સરકારની નીતિઓ વિરુદ્ધ દેશભરમાં છેલ્લા ૧૦ દિવસથી હડતાળ પર ઉતરેલા ખેડૂતોએ શહેરમાં શાકભાજી મોકલવાની બંધ કરી દીધી હતી.જેના લીધે હવે શાકભાજીના ભાવ વધવા લાગ્યા હતા. જેમાં ખાસ કરીને મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને પંજાબ સહિત સાત રાજ્યોમાં ૧૩૦ સંગઠનો આમા જોડાયા છે. જેમાં ખેડૂતોએ અનેક સ્થળો પર વિરોધ પ્રદર્શન કર્યા હતા.
સરકાર વિરોધ પ્રદર્શન કરતા ખેડૂતોએ અનેક સ્થળોએ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. જેમાં કેટલાંક ખેડૂતોએ શાકભાજી રસ્તા પર ફેંકી હતી અને દૂધ પણ રોડ પર વહેડાવી દીધી હતી. આ આંદોલન પૂર્વે જ ખેડૂતોએ સ્પષ્ટ કર્યું હતું કે તે ગ્રામીણ વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં શાકભાજી અને દૂધનો સપ્લાય નહી થવા દે. મોદી સરકારની નીતિઓ વિરુદ્ધ ૧ થી ૧૦ જુન સુધી ૧૦ દિવસ સુધી ખેડૂતોની હડતાળના પગલે દેશના અનેક શહેરોમાં દૂધ અને અનાજની તંગી ઉભી થવા લાગી હતી.