ડ્રોનમાં કેદ થયો ચોમાસામાં સોળે કળાએ ખીલેલા મા અંબાના ગબ્બરનો નજારો,જુઓ Photos

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં આવેલા ગબ્બર પર અખંડજ્યોતની ડ્રોન દ્વારા લેવાયેલી તસવીર ભાગ્યે જ જોવા મળે છે. અહીં રજૂ કરવામાં આવેલી તસવીરમાં આખો ગબ્બર અલગ જ એંગલથી જોઈ શકાય છે. પવિત્ર યાત્રાધામ અંબાજીથી 4 કિલોમીટર દૂર આવેલા અખંડ જ્યોત ધરાવતા ગબ્બર પર્વતની ફરતે 51 શક્તિપીઠ આવેલા છે. વર્તમાન સમયે પહાડી વિસ્તારમાં શક્તિપીઠ આસપાસ વિસ્તારનું સૌંદર્ય સોળ કળાએ ખીલી ઉઠ્યું છે. અત્યારે દેશભરમાં આવેલી 51 શક્તિપીઠની ડ્રોન દ્વારા પ્રથમવાર ફોટોગ્રાફી કરાઈ રહી છે. જેના ભાગરૂપે ગબ્બર પર સ્થિત આરાસુરી અંબાજી માતાજીની શક્તિપીઠની પણ ડ્રોન દ્વારા ફોટોગ્રાફી કરાઈ હતી. જેમાં સંપૂર્ણ ગબ્બર એક જ તસવીરમાં સમાયેલો જોઈ શકાય છે.

51 શક્તિપીઠની ડ્રોન દ્વારા ફોટોગ્રાફી કરાઈ

– 1600 ફૂટ ઊંચાઈ પર આવેલું ગબ્બર મંદિર
– 300 પગથિયાં ગબ્બર ખાતે અાવેલું છે
– 8.33 કિલોમીટર ક્ષેત્રફળ
– 51 શક્તિપીઠમાંની એક શક્તિપીઠ

પુરાણોમાં ઉલ્લેખ છે કે દેવી સતીના શરીરના 51 ટૂકડા પૃથ્વી પર પડ્યા હતા, જે જગ્યાઓ શક્તિપીઠ તરીકે ઓળખાય છે. આરાસુરનાં પર્વત પર જ્યાં અખંડજ્યોતિ છે ત્યાં દેવી સતીનું હૃદય પડ્યું હતું.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here