ઈટલીના મિલાનમાં ઈતિહાસ અને આધુનિક ટેક્નિકનું મિલન થઈ રહ્યું છે. જેથી દશકો જૂના રહસ્યો પરથી પડદો હટાવી શકાય. આના માટે મિસ્ત્ર સ્થિત સિવિક આક્રિયોલોજિકલ મ્યૂઝિયમમાંથી એક મમી મિલાન લાવવામાં આવ્યું છે. આ મમી મિસ્ત્રના એક પ્રાચીન પુરોહિત આન્ખેખોસૂનું છે. અહીંયા રિસર્ચ પ્રોજેક્ટ અંતર્ગત મમીનો સીટીસ્કેન કરવામાં આવ્યો છે. સંશોધકોનું માનવું છે કે, આનાથી કેટલીય મહત્વપૂર્ણ જાણકારીઓ મળી શકશે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પ્રાચીન પુરોહિત આન્ખેખોંસૂની મમીને તાજેતરમાં જ મિલાનના Policlinico હોસ્પિટલમાં લાવવામાં આવી અને તેનું સીટી સ્કેન કરાયું. સંશોધકો અનુસાર, આનાથી મમીને દફન કરવામાં 3000 વર્ષ જૂના રીત-રિવાજો મામલે જાણવામાં મદદ મળશે. આ સિવાય અન્ય કેટલીક મહત્વપૂર્ણ જાણકારી મળવાની પણ શક્યતાઓ છે.
મમી પ્રોજેક્ટ રિસર્ચના ડિરેક્ટર સબીના માલગોરાએ કહ્યું કે, મમી વ્યાવહારિક રૂપથી એક જૈવિક સંગ્રહાલય છે, તે ટાઈમ કેપ્સૂલની જેમ છે. તેમણે કહ્યું કે, આધુનિક મેડિકલ શોધ માટે જૂની બિમારીઓ/ઘાવો મામલે જાણવું મહત્વપૂર્ણ છે અને પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સંશોધકોનું માનવું છે કે, તેઓ મિસ્ત્રના પુજારીના જીવન અને મૃત્યુને રિકન્સ્ટ્રક્ટ કરી શકે છે અને સમજી શકે છે કે, શરૂરને મમી બનાવવા માટે કયા પ્રકારના ઉત્પાદકોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.
મમીના નામની જાણકારી ઈસ.પૂર્વે 900 અને 800 ના તાબૂતથી મળે છે કે જ્યાં આન્ખેખોંસુ-જેનો અર્થ છે ભગવાન ખોંસૂ જીવિત છે. પાંચ વાર લખવામાં આયું છે. સબીના માલગોરાએ કહ્યું કે, મમીની બિમારીઓ અને ઘાવોનું અધ્યયન આધુનિક ચિકિત્સ અનુસંધાન માટે અત્યંત મહત્વપૂર્ણ અને ફાયદાકારક છે.