ગુજરાતી ભાષાની માઠી દશા, અકાદમીની આમંત્રણ પત્રિકામાં અક્ષમ્ય ભૂલો

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીની આમંત્રણ પત્રિકામાં મુખ્યમંત્રીના ફોટો સાથે લખાણમાં ભાષાકીય ભૂલો હતી. ફેસબૂક પર ભાષાકીય નિષ્ણાત વજેસિંહ પારગીએ ભૂલોનો અંગુલીનિર્દેશ કર્યો

રાજ્યમાં ભાષા સુધારણા માટે બહુ પ્રયાસો થતા હોવાના પોકળ દાવાઓ સમયાંતરે થતા જોવા મળે છે. જો કે આ મામલે જે સ્તરેથી પ્રયાસ થઇ રહ્યા છે તેમની સ્થિતિ જ દયનીય હોઈ; આ અંગે રાજ્યના બાકીના શૈક્ષણિક એકમોની દશા કેવી હશે તે અહીં પ્રાપ્ત એક ઉદાહરણથી સમજી લઈએ :

‘ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી’ દ્વારા છાપવામાં આવેલી નિમંત્રણ પત્રિકામાં મુખ્યમંત્રીના ફોટો સાથેના લખાણમાં જ ભાષાકીય ભૂલો જોવા મળી હતી. આ લખાઈ રહ્યું છે ત્યારે કદાચ આ કાર્યક્રમ શરુ થઇ ગયો હશે ! આ અંગે ફેસબૂક પર ભાષા વિશેષજ્ઞ વજેસિંહ પારગીએ અંગુલીનિર્દેશ કર્યો છે.

વજેસિંહે ફેસબૂક પર મૂકેલી પોસ્ટમાં લખ્યું કે ‘ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીનું ભોપાળું। તેઓ આગળ લખે છે : ‘સંગીતમય સંસ્કૃત સ્રોતગાન’. અકાદમીના અધ્યક્ષ અને સભ્યસચિવ બંને બ્રાહ્મણો હોવા છતાં ‘સ્તોત્રગાન’ ને બદલે સ્રોત્રગાન છપાય ત્યારે આઘાત લાગે. કદાચ આવા લોકોને કારણે જ સંસ્કૃત ‘દેવભાષા’ બની ગઈ છે. અકાદમીના એકે કર્મચારીને આવી ભૂલ નહીં દેખાઈ હોય!’

વધુમાં વજેસિંહે લખ્યું કે ‘બીજી ભૂલો પણ જોઈ લો…આયોજીત નહીં આયોજિત, રચીત નહીં રચિત, ધ્વારા નહીં દ્વારા, વાંગ્ઙ્મય તો એવી રીતે લખ્યું છે કે હસવું આવે : ‘વાઙ્મય’. સાંદિપની નહીં સાંદીપનિ આવે. મ્યુઝિક, વાહનવ્યવહાર, ટાઉનહૉલ લખાય. નિમંત્રણ પત્રિકામાં આટલી ભૂલો હોય ત્યારે સ્તોત્રગાન શુદ્ધ ઉચ્ચાર સાથે થશે ખરું એવો પ્રશ્ન થાય જ.’

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here