હાર્દિકની ધરપકડ બાદ ફેસબુક પર ઉશ્કેરણીજનક પોસ્ટ કરનાર પાટીદાર યુવક સામે ગુનો દાખલ,પોલીસ કરશે ધરપકડ

અમદાવાદ: બે દિવસ અગાઉ હાર્દિક પટેલ અને તેના સાથીઓએ ઉપવાસની મંજૂરી નહી મળતા પ્રતિક ઉપવાસ કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ દરમિયાન પોલીસે હાર્દિક પટેલ અને તેના સાથીઓની ધરપકડ કરીને ક્રાઇમબ્રાચ લઇ ગઇ હતી. આ સમયે કેટલાક પાટીદાર યુવાનોએ પોતાના સોશિયલ મીડિયાના ફેસબુક એકાઉન્ટમાં ઉશ્કેરણી ફેલાવતી કોમેન્ટ લખી હતી. જેથી પોલીસે આવા શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની શરુ કરી છે. પોલીસે આ પ્રકરણમાં હાલ રામોલના દિપેશ પટેલ નામના પાટીદાર યુવાન સામે ફરિયાદ દાખલ કરીને તેને પકડવા માટેના પ્રયાસો તેજ કર્યા છે.

દિપો પાટીદાર નામના યુવક સામે ગુનો દાખલ

હાર્દિક પટેલની ધરપકડના વિરોધમાં વસ્ત્રાલમાં રહેતા દિપેશ પટેલ ઉર્ફે દિપો પાટીદાર નામના યુવકે તેના ફેસબુક એકાઉન્ટની વોલ પર ઉશ્કેરણીજનક વાત લખીને વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ રામાલ પોલીસે દાખલ કરી છે.રામોલ પોલીસે હાલ દિપેશ સામે આઇટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવા માટેના પ્રયાસો તેજ કર્યા છે

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here