ગાંધીનગરઃ મંગળવારે ખેડૂત આક્રોશ રેલીના ફ્લો શો બાદ આજે કોંગ્રેસ તરફથી સાઇકલ રેલી કાઢવામાં આવી છે. આજે વિધાનસભાના સત્રનો બીજો અને અંતિમ દિવસ છે ત્યારે કોંગ્રેસ મોંઘવારીના વિરોધમાં સાઇકલ રેલી યોજી છે.
કોંગ્રેસના ધારાસભ્યો એમએલએ ક્વાર્ટરથી વિધાનસભા સુધી સાઇકલ રેલી યોજી છે. કોંગ્રેસના ધારાસભ્યો સાઇકલ રેલી કાઢીને મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ રહેલા વધારાનો વિરોધ કરી રહ્યા છે.
વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના ધારાસભ્યો સાઇકલ લઈને નીકળ્યા હતા.
કોંગ્રેસના ધારાસભ્યોએ સાઇકલ રેલી કાઢતી વખતે ગળામાં ભાજપ વિરોધી બેનરો પહેરી રાખ્યાં હતાં.
સાઇકલની પૂરતી વ્યવસ્થા ન થતાં કોંગ્રેસના અમુક સભ્યોએ પેંડલ રિક્ષા પણ ચલાવી હતી.
કોંગ્રેસના સભ્યોએ મોંઘવારીના વિરોધમાં એમએલએ ક્વાર્ટરથી વિધાનસભા સંકુલ સુધીની સાઇકલ યાત્રા કાઢી છે.
મંગલવારે આક્રોશ રેલીનો ફ્લોપ શો : વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસ તરફથી ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે એક આક્રોશ સંમેલન અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનો આ કાર્યક્રમ લોકોની પાંખી હાજરીને કારણે મોડો શરું થયો હતો. બાદમાં ત્યાંથી રેલી સ્વરૂપે કોંગ્રેસના કાર્યકરો વિધાનસભાનો ઘેરાવ કરવા માટે નીકળ્યા હતા. જોકે, રસ્તા પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હોવાથી કોંગ્રેસના કાર્યકરો વિધાનસભા પહોંચે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. બપોર બાદ પોલીસે અટકાયત કરવામાં આવેલા તમામ કાર્યકરોને છોડી મૂક્યા હતા.
સત્રના બીજા ભાગમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા: કોંગ્રેસ તરફથી વિધાનસભાના સત્ર દરમિયાન મંત્રી મંડળ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ પર સત્રના બીજા ભાગમાં ચર્ચા થશે. નિયમ 106 અંતર્ગત લાવવામાં આવેલા પ્રસ્તાવને પગલે ભાજપે પોતાના તમામ સભ્યોને ગૃહમાં હાજર રહેવા માટે વ્હીપ જારી કર્યું છે.
પરેશ ધાનાણી પણ સાઇકલ લઈને નીકળ્યા હતા.