દેશમાં હવે મહિલાઓ જ નહીં અબોલ પ્રાણીઓ પર સુરક્ષિત રહ્યાં નથી. આ જ વાતને પૂરવાર કરતો એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે, જેમાં 8 હવસખોરોએ ભેગા મળીને એક બકરી સાથે દુષ્કર્મ કર્યું. ઘટના બાદ બકરીએ દમ તોડી દીધો. બકરીના માલિકે આ બાબતે કેસ નોંધાવ્યો છે.
આ શરમજનક ઘટના હરિયાણાના મેવાતના મરોડા ગામની છે. બકરી સાથેના દુષ્કર્મ થયું હોવાની જાણ થતા ગામના લોકોએ ત્રણ આરોપીઓને પકડી લીધા અને તેમની ધોલાઈ કરી. જોકે, બાદમાં ભીડે તેમને પોલીસમાં સોંપવાને બદલે છોડી દીધા.
25 જુલાઈની રાતે દારૂડિયા અને જુગારી એવા 8 શખશો એક બકરીને સુમસાન જગ્યાએ લઈ ગયા અને ત્યાં તેની સાથે દુષ્કર્મ કર્યું. બાદમાં બકરીનું મૃત્યુ થઈ ગયું. બકરીના માલિકનું કહેવું છે કે, બકરીને બે મહિનાનો ગર્ભ પણ હતો.
પોલીસે બકરીના માલિકના નિવેદન પર કેસ નોંધ્યો છે. બકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે. જોકે, આ મામલે હજુ કોઈ વ્યક્તિની ધરપકડ કરાઈ નથી. 8 લોકો સામે ફરિયાદ નોંધાઈ ચૂકી છે અને પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાની રાહ જોઈ રહી છે.