MobilesTechnology

Google એ ₹500 માં લોન્ચ કર્યો 4G ફોન, ફીચર્સ જાણીને અક્કલ કામ નહીં કરે

દુનિયાની સૌથી જાણીતી સર્ચ એન્જિન કંપની Googleએ માત્ર 500 રૂપિયામાં 5G ફીચર ફોન WizPhone WP006 લોન્ચ કર્યો છે. આ ફોનનો મુકાબલો JioPhone સાથે હશે. આ ફોનનો લુક અને ડિઝાઈન ઘણે અંશે JioPhone સાથે મળતી આવે છે. સાથે જ આ ફીચર ફોનમાં ગૂગલ આસિસ્ટેન્ટ પણ આપવામાં આવ્યું છે. આવી જાણીએ આ ફીચર ફોનના ફીચર્સ વિશે…

ગૂગલ 4G ફોનના ફીચર્સ

આ ફોનના ફીચરની વાત કરીએ તો તેમાં 2.4 ઈંચની ડિસ્પલે આપેલી છે. આ ઉપરાંત ફોમાં 4જીબી ઈન્ટરનલ સ્ટોરેજ સાથે 512એમબી રેમ આપેલી છે. ફોન JioPhoneની જેમ જ KaiOS પર વર્ક કરે છે. ફોનને પાવર આપવા માટે 1800 એમએએચની બેટરી આપેલી છે જે 350 કલાકનો બેકઅપ આપે છે. ફોનમાં 205 ક્વોલકોમ પ્રોસેસર આપેલું છે. ફોનના કેમેરા ફિચર્સની વાત કરીએ તો તેમાં 2 મેગાપિક્સલનો રિયર કેમેરા આપેલો છે. તો સેલ્ફી માટે તેમાં VGA કેમેરા પણ છે.

માત્ર અવાજ દ્વારા સોન્ગ-વીડિયો પ્લે થશે

ગૂગલના આ સ્માર્ટફોનમાં ગૂગલ આસિસ્ટન્ટ આપવામાં આવ્યું છે. આથી તેમાં વોઈસ કમાન્ડ દ્વારા કોલ, મ્યુઝિક અથવા વીડિયો પ્લે, મેસેજ મોકલવા જેવા કાર્યો કરી શકશો. KaiOS પર વોટ્સએપ, યુટ્યુબ અને ફેસબુક જેવી એપ્લિકેશન સપોર્ટ કરતી હોવાના કારણે આ ફોનમાં પણ તમે સોશિયલ મીડિયા એપ્સનો ઉપયોગ કરી શકશો.

ટૂંક સમયમાં ભારતમાં થઈ શકે લોન્ચ

આ ફોનને હાલમાં માત્ર ઈન્ડોનેશિયામાં 99,000 ઈન્ડોનેશિયાઈ ચલણ (લગભગ 490 રૂપિયા)ની કિંમતે લોન્ચ કરાયો છે. આ ફોન હાલમાં ભારતમાં ઉપલબ્ધ નથી, પરંતુ આગામી સમયમાં તેને ભારતમાં પણ લોન્ચ કરી શકાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker