ગૂગલે લોન્ચ કરી ખાસ એપ, તમારા ડેટા ઉપયોગ અને બચત પર રાખશે નજર

4જી નેટવર્ક પર વીડિયો અને સોશિયલ મીડિયા કેન્ટેન્ટને કારણે ઘણી વખત ડેટા સમય પહેલા જ ખતમ થઈ જાય છે. પરંતુ હવે તેનું સમાધાન ગૂગલે શોધી કાઢ્યું છે. ગૂગલે નવી એપ જારી કરી છે જે તમારા ડેટા પર નજર રાખશે. આ એપનું નામ ડેટૈલી (datally) છે. તમે ગૂગલ પ્લેસ્ટોર પર જઈને તેને ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. આ એપની ખાસિયત એ છે કે આ તમારા ડેટા ઉપયોગ પર નજર રાખશે. સાથે જ તમને તમારા ડેટા બચાવવામાં મદદ પણ કરશે. જો કોઈ વાઈફાઈ નેટવર્ક આસપાસ હશે તો પણ આ એપ તમારા તે શોધવામાં મદદ કરશે. કંપનીએ સત્તાવાર બ્લોગમાં જણાવ્યું કે, ડેટૈલી દ્વારા મોબાઈલ ઉપભોક્તા પોતાના ડેટા ઉપયોગ પર નજર રાખી શકે છે. આ એપ ડેટા બચાવવા માટે સૂચન કરશે તથા આસપાસ રહેલ સાર્વજનિક વાઈફાઈની ઉપલબ્ધતાની જાણકારી આપશે. તે અનુસાર આ એપ એન્ડ્રોઈડ 5.0 અને તેની ઉપરના વર્ઝન પર જ ચાલશે. તેને ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકાય છે.

ગૂગલમાં ઉપાધ્યક્ષ (નેક્સ્ટ બિલિયન યૂઝર્સ) સીઝર સેનગુપ્તાએ આ બ્લોગમાં કહ્યું છે કે, વિશ્વમાં અનેક લોકો માટે મોબાઈલ ડેટા મોંઘા છે. સૌથી મોટી મુશ્કેલી છે કે લોકોને ખબર નથી હોતી કે ડેટા ખર્ચ ક્યાં થઈ રહ્યો છે માટે ગૂગલે આ એપ તૈયાર કરી છે. તેણે લખ્યું કે, આ એપ ત્રણ મુદ્દા પર કેન્દ્રિ છે જેમાં ડેટાની યોગ્ય જાણકારી આપવી, ડેટા ખર્ચ પર નિયંત્રણ તથા ડેટા બચત સામેલ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top