ચાંદીના રથમાં તલવાર સાથે નીકળશે રાજકોટના રાજવી મનોહરસિંહજી દાદાની અંતિમયાત્રા, 9 ગનની અપાશે સલામી

રાજકોટના પૂર્વ રાજવી, ગુજરાતના માજી નાણામંત્રી અને દાદાના હુલામણા નામથી ઓળખાતા મનોહરસિંહજી જાડેજાનું ગુરુવારે 83 વર્ષની વયે રણજિતવિલાસ પેલેસ ખાતે નિધન થયું છે. તેઓની સ્મશાનયાત્રા શુક્રવારે પેલેસ ખાતેથી જ નીકળશે અને રામનાથપરા જશે તેમ રાજવી પરિવારે જણાવ્યું હતું. મનોહરસિંહજી જાડેજા છેલ્લા કેટલાક સમયથી બીમાર રહેતા હતા. તેઓની રણજિતવિલાસ પેલેસ ખાતે જ સારવાર કરવામાં આવતી હતી. સવારે 8 વાગ્યેથી 10 વાગ્યા સુધી મનોહરસિંહજીના પાર્થિવ દેહને દર્શન માટે રાખવામાં આવશે.

ગુરુવારે રાતે રાજકોટના રાજવી મનોહરસિંહે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓએ રોયલ પેલેસ ખાતે જ અંતિમ શ્વાસ લીધા હતા, તેઓ ઘણા સમયથી અલઝાઇમર નામની બિમારીથી પીડિત હતા. પરિવારના તમામ સભ્યોને રાજકોટ ખાતે બોલાવી લેવામાં આવ્યા છે.

રાજવી મનોહરસિંહને સંપૂર્ણ સન્માન સાથે વિદાય આપવામાં આવશે. જેમાં સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી પાર્થિવદેહને અંતિમ દર્શન અર્થે રાખવામાં આવશે, ત્યારબાદ ચાંદીના રથમાં તલવાર સાથે દાદાની અંતિમયાત્રા નીકળશે. અંતિમયાત્રા પહેલા રણજીત વિલાસ પેલેસ ખાતે 9 ગનની સલામી આપવામાં આવશે. આ અંતિમયાત્રા આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરી, ઢેબરરોડ થઇ ત્યાંથી ત્રિકોણબાગ લાખાજીરાજ પ્રતિમા ખાતે આશીર્વાદ મેળવી હાથિખાના થઇ રામનાથપરા સ્મશાન ખાતે લઇ જવામાં આવશે.

મનોહરસિંહ દાદાને તેમના જ ગઢમાં 1995 માં ભાજપના ક્યા સાવ નવા નેતાએ હરાવી દીધેલા?

મનોહરસિંહજી જાડેજા 1995માં ચૂંટણી માટે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે તેમની સામે ભાજપમાંથી ઉમેશ રાજ્યગુરુ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે યોજાયેલી ચૂંટણીમાં મનોહરસિંહજી જાડેજા 47244 મત મળ્યાં હતા જ્યારે ભાજપના ઉમેદવારને 52472 મત મળ્યાં હતાં. ભાજપના નવા નિશાળિયા ઉમેદવાર ઉમેશ રાજ્યગુરુ સામે મનોહરસિંહજીનો પરાજય થયો હતો.

રાજકોટના મતદારક્ષેત્રમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માટે સ્થાયી મનોહરસિંહજી 1967માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટાયા હતા અને વર્ષ 1971 સુધી સેવા આપી હતી. મનોહરસિંહજીએ રાજકોટ મતદારક્ષેત્ર માટે 1980થી 1985 અને 1990થી 1995 સુધી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે વધુ કાર્યવાહી કરી હતી.

નાણાંમંત્રી, યુવા સેવાઓ પ્રધાન સહિતના કેબિનેટમાં સંખ્યાબંધ પદ પર કબ્જો મેળવ્યો હતો. 1998થી તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજ્ય વિભાગ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વાઇસ પ્રેસિડન્ટ તરીકે સેવા આપી હતી.

રાજકોટ શહેરના પ્રમુખથી માંડી રાજ્ય સરકારમાં આરોગ્ય પૂરવઠા, રમતગમત, નાણાં, બંદરો સહિતના વિભાગોમાં પ્રધાન તરીકે બજાવેલી કામગીરીની આજે પણ નોંધ લેવાય છે. કોંગ્રેસમાં સત્તાથી માંડી સંગઠનની જવાબદારી તો નિભાવી જ છે. પરંતુ રાજકોટમાં પ્રજાના પ્રશ્નોને પણ બખૂબી નિભાવ્યા છે.

મનોહરસિંહજી ‘દાદા’એ 1957માં ગુજરાત સામે રણજીમાં કેટલા રન ફટકાર્યા હતાં…

નવાગઢ, કાઠિયાવાડ અને બાદમાં સૌરાષ્ટ્ર તરીકે ક્રિકેટમાં ઉતરતી ટીમમાં અનેક રાજાઓએ ઉમદા પ્રદર્શન કર્યું છે. આવા જ એક રાજ પરિવારના ક્રિકેટર હતા રાજકોટના ઠાકોર સાહેબ મનોહરસિંહજી જાડેજા. દાદાના ઉપનામથી ઓળખાતા મનોહરસિંહજીએ સૌરાષ્ટ્રની ટીમ વતી 1955થી 1964 સુધીમાં 14 ફર્સ્ટ કલાસ મેચ રમ્યાં છે.

જમણોરી બેટ્સમેન અને બોલર એવા દાદાએ 1957/58માં સૌરાષ્ટ્ર ટીમના કપ્તાન તરીકે ટીમનું સુકાન સંભાળ્યું હતું. દાદાએ તેમની કપ્તાની હેઠળ 1957માં રમાયેલી ગુજરાત સામેની ફર્સ્ટ કલાસ મેચમાં શાનદાર 144 રન ફટકાર્યા હતા.

14 ફર્સ્ટ કલાસ મેચમાં દાદાએ એક શતક અને 4 અર્ધ શતકની મદદથી કુલ 614 રન કર્યા હતા. બોલિંગમાં પણ તેમણે પાંચ વિકેટ મેળવી છે.

મનોહરસિંહજી એક આતુર ક્રિકેટર હતા. 1955-56માં રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર માટે ગુજરાત સામે મનોહરસિંહજીએ પ્રથમ શ્રેણીની શરૂઆત કરી હતી. તેમણે પહેલી ઇનિંગમાં 59 રન ફટકાર્યા હતાં.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here