હાર્દિક પટેલ ને તો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ, હાર્દિક પટેલ એ અનામત આંદોલન કરી ને સરકાર ની ઊંઘ હરામ કરી દિધી હતી. તેવી જ રીતે ફરી એક વાર હાર્દિક પટેલ આંદોલન કરી રહ્યો છે. પરંતુ આ આંદોલન ખેડૂતો માટે છે. અને ખેડૂતો ને ન્યાય અપાવવા માટે હાર્દિક આંદોલન કરી રહ્યો છે.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે આજ રોજ રાજકોટના પડધરીથી હાર્દિક પટેલના પ્રતીક ઉપવાસની શરુઆત થઇ ગઇ છે. અને આંદોલન ચાલુ કરી દીધું છે. ખેડૂતોને વીમો અને આર્થિક વળતરની માંગળી સાથે ઉપવાસ આંદોલન શરુ કરી દીધો છે.
ખેડૂતો ને ન્યાય અપાવવા માટે હાર્દિક આ આંદોલન કરી રહ્યો છે. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે આ ઉપવાસમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના ધારાસભ્યો પણ હાજર જોવા મળ્યો છે. અને બીજા પણ અન્ય લોકો આ આંદોલન માં ભારે સંખ્યામાં જોવા મળ્યાં છે.
હાર્દિક પટેલ વારંવાર કંઈક ને કંઈક કરતો હોય છે અને નવા નવા આંદોલનો કરતાં હોય છે.તેમ જ હાર્દિક પટેલ એ ખેડૂતો માટે નવું આંદોલન ચાલુ કર્યું છે. આ ઉપવાસ પહેલા કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે મીડિયા સમક્ષ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, જો ગુજરાતના તમામ ખેડૂતો જાગૃત બનશે તો સરકાર સામે લડવામાં મજબૂતાઇ બનશે.
સરકારનો સામનો કરી શકશે. અને સરકારના મોટા નિવેદન બાદ અત્યાર સુધી કોઇ પણ ખેડૂતને એક પણ રુપિયો મળ્યો નથી, અને ખેડૂતો ને ન્યાય મળ્યો નથી. તો શું ખેડૂતો મરી જશે ત્યારે સરકાર તૈયારી કરશે. વિકાસના ગુજરાતમાં ખેડૂતો ક્યાં સુધી મરશે.
તેવા કટાક્ષો સરકાર સામે કર્યા છે. અને હાર્દિક પટેલ એ સરકાર સામે આકરા પ્રહાર કર્યા હતાં. હાર્દિક સરકાર ને કોઈ ને કોઈ બાનું શોધી ને આકાર પ્રહાર કરવાનું વિચારતો હોય છે. આ ઉપરાંત જયારે વધુમાં હાર્દિકે જણાવ્યું હતું કે, સરકાર ભાવ નક્કી કરે અને ખેડૂતોને પાક વીમો આપે.
તેમના થયેલા નુકશાનનું વળતર આપે.તેમાં મીટિંગ કરવાની શું જરૂરી છે. સરકારી રૂપિયા છે કોના માટે રાખ્યા છે. આ ઉપરાંત હાર્દિક પટેલ એ જણાવ્યું કે જરૂર કરશે તો પદયાત્રા થશે. લાખો ખેડૂતોને લઈને ગાંધીનગર પહોંચીશું. આમ કહી સરકાર ને ધમકી આપી હતી.
ખેડૂતોને વળતર આપવાના મામલે કેબિનેટ બેઠક અંગે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ કહ્યું કે, સરકાર ખેડૂતોને લોલીપોપ ન આપે એવી મારી વિનંતી છે. અને ખેડૂતોને નુકશાન થયેલા પાક નું વડતર આપે.સરકારને જો આપવું જ હોય તો ખેડૂતોને સીધો પાક વીમો આપે. અને તેમને ન્યાય આપે.
લીલો દુષ્કાળની સ્થિતી છે. હજુ પણ વરસાદ પડી રહ્યો છે તો સરકાર લીલો દુષ્કાળ જાહેર કરે. અને ખેડૂતો ને ન્યાય આપે તેમ કહી હાર્દિક પટેલે સરકાર પર આકરા પ્રહાર કાર્ય હતા.