AhmedabadGujaratNews

હાર્દિકના ઉપવાસ, ફાર્મહાઉસ બહાર બેઠેલા પાટીદારો પર પોલીસનો લાઠીચાર્જ, મેવાણી આવ્યા સમર્થનમાં

અમદાવાદ: ખેડૂતોની દેવા માફી અને પાટીદારોને અનામત અપાવવા મામલે હાર્દિકપટેલ આજે (25 ઓગસ્ટ)3 વાગ્યાથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. તેના ભાડાના ફાર્મ હાઉસ (ગ્રીનવૂડ રિસોર્ટ)ખાતેના ઉપવાસમાં સામેલ થવા તેના ઘરે પાટીદારોની પાંખી હાજરી જોવા મળી રહી છે.તેમાં કોંગ્રેસના ચાર ધારાસભ્યો સહિત 100 જેટલા પાટીદારો જોડાયા છે. હાર્દિકના સમર્થનમાં અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પણ હાજર રહ્યો હતો. મેવાણીએ જણાવ્યું કે, કોઈ વ્યક્તિ ઉપવાસ પર બેઠા હોય તો તેમને રોકવા ન જોઈએ.પાટીદાર સમાજને ઘર બહાર આવતા રોકવામાં આવે છે, અનામતની સાથે ખેડૂતોની દેવા માફીની માગ યોગ્ય છે. તેમજ હાર્દિક પટેલના નિવાસસ્થાન બહાર આવેલા પાર્થ પાર્ટી પ્લોટમાં બેસેલા પાટીદારો પર પોલીસે લાઠીચાર્જ કર્યો છે.

પોલીસે રોક્યા આમ આદમી પાર્ટીના કાર્યકરોને

હાર્દિક પટેલના વિજય સંકલ્પ આમણાંત ઉપવાસ અને સમર્થન આપવા માટે આમ આદમી પાર્ટીના ગુજરાતના કન્વીનર કિશોરભાઈ સહિતની ટીમ હાર્દિકને મળવા માટે આવી હતી. પરંતુ તેમને ગ્રીનવુડના ગેટ પર પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા.જ્યારે દિનેશ બાંભણિયા ઉપવાસમાં જોડાવા જઈ રહ્યો હતો ત્યારે વૈષ્ણોદેવી પાસે તેની અટકાયત કરવામાં આવી હતી.

પાટીદારોની કેટલાક સ્થળે અટકાયત

હાર્દિકના ઉપવાસમાં જોડાવવા માટે મહેસાણા સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી અમદાવાદ આવતા પાસ આગેવાન અને પાટીદારોની પોલીસ અટકાયત કરવાનું શરૂ કર્યું છે. મહેસાણામાં સુરેશ ઠાકરે અને સતિષ પટેલ સહિતના અટકાયત કરાઈ છે. જ્યારે બનાસકાંઠામાં 19 પાટીદાર યુવાનોને પાલનપુરથી અટકાયત કરી છે. જ્યારે પંચમહાલમાં પાસ કન્વીનર નીરજ પટેલની કાલોલથી અટકાયત કરાઈ છે. સુરતના પાસ કન્વીનર નિલેશ કુંભાણીની પણ અટકાયત થઈ છે.

કોંગી ધારાસભ્યોનું સમર્થન

કોંગ્રેસના ધારાસભ્યો લલિત વસોયા, લલિત કગથરા, આશાબેન પટેલ અને કિરીટ પટેલ પણ તેના નિવાસે સમર્થન માટે પહોંચી ગયા છે. તેના ઉપવાસ આંદોલનને પોલીસે કોઈ પણ સ્થળની મંજુરી આપી નથી. પરંતુ હાર્દિકે મક્કમ મને મંજુરી મળે કે ન મળે ઉપવાસ તો કરવાનું નક્કી કરી લીધું હતું.

પોલીસ હાર્દિકને સમર્થન આપવા જનારના ડોક્યુમેન્ટની ચકાસણી, નોંધણી બાદ આપે છે પ્રવેશ

હાર્દિક આમરણાંત ઉપવાસ કરવા જઈ રહ્યો છે ત્યારે તેને સમર્થન આપવા માટે ગુજરાતભરમાંથી પાટીદારો ઉમટી રહ્યા છે. ગ્રીનવુડ રિસોર્ટમાં આવેલા હાર્દિકના નિવાસે જતાં પાટીદાર સમર્થકોને પોલીસ ગેટ બહાર ડોક્યુમેન્ટની ચકાસણી કરે છે ત્યારે બાદ તેમનું નામ નોંધીને અંદર પ્રવેશ આપે છે. પોલીસની આ કાર્યવાહીથી પાસ નારાજ હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજ્યમાં 144ની કલમ લાગુ

હાલમાં સમગ્ર રાજ્યભરમાં સલામતી અને શાંતિ જળવાય રહે તે માટે તમામ જિલ્લાઓમાં પોલીસ સતર્ક કરાઈ છે. આ સાથે અમુક જિલ્લાઓમાં 144 લાગુ કરી દેવાઈ છે. અમદાવાદ શહેરના પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં એસઆરપી અને પોલીસ ફોર્જ ઉતારી દેવામાં આવી છે

હાર્દિકની ટીમે ઉપવાસ માટે 13 દિવસનું શિડ્યુઅલ જાહેર કર્યું

આજે હાર્દિક ઉપવાસ કરી રહ્યો છે ત્યારે તેણે આજથી લઈને આગામી 6 તારીખ સુધી ઉપવાસનું શિડ્યુઅલ જાહેર કર્યું છે. તેમાં કયા વિસ્તારના પાટીદારો સમર્થનમાં જોડાશે તેનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ મધ્યપ્રદેશ , રાજસ્થાન , બિહાર , મહારાષ્ટ્ર , ઉત્તરપ્રદેશ અને હરિયાણાના ખેડૂતો અને સવર્ણો પણ 28મીએ હાજર રહેશે તેવું જાહેર કરાયું છે. સાથે જ એ સિવાયના પાટીદારોને પણ ગમે ત્યારે ઉપવાસમાં જોડાવવા માટે આહવાન કર્યું છે.

તબક્કાવારનું 13 દિવસનું હાર્દિકના ઉપવાસનું શિડ્યુઅલ

25 ઓગસ્ટ- સમગ્ર ગુજરાત માંથી પાટીદાર સમાજ ઉપસ્થિત રહેશે.

26 ઓગસ્ટ- સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પાટીદાર બહેનો હાર્દિક પટેલને રક્ષાબંધન નિમિતે મળવા આવશે. તેમજ ઉપલેટા , ધોરાજી , ધ્રાંગધ્રા , ઊંઝા , ભાણવડ અને ચાણસ્માના પાટીદારો પણ ઉપસ્થિત રહેશે.

27 ઓગસ્ટ- માણાવદર , જામજોધપુર , ભેંસાણ , વિસાવદર , કેશોદ , લાલપુર , કાલાવડ , ધ્રોલ , જોડિયા અને જામનગર ના પાટીદારો ઉપસ્થિત રહેશે

28 ઓગસ્ટ- મધ્યપ્રદેશ , રાજસ્થાન , બિહાર , મહારાષ્ટ્ર , ઉત્તરપ્રદેશ અને હરિયાણાના ખેડૂતો તેમજ ત્યાંના સવર્ણ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. તેમજ હિંમતનગર , વડાલી , ઇડર , તલોદ અને પ્રાંતિજના પાટીદારો ઉપસ્થિત રહેશે.

29 ઓગસ્ટ- ટંકારા , મોરબી , માળિયા , પડધરી , હળવદ , વાંકાનેર , લોધિકા , કોટડા-સાંગાણી , જસદણ , ગોંડલ , જેતપુર અને જામકંડોરણાના પાટીદારો ઉપસ્થિત રહેશે.

30 ઓગસ્ટ- જુનાગઢ , સોમનાથ , ગીર ગઢડા , ભાયાવદર , પાનેલી , વંથલી , માળીયા , મેંદરડા , તાલાલા , બાબરા , લાઢી , સાવરકુંડલા , બગસરા , ધારી , ખાંભા , લીલીયા , અમરેલી , રાજુલા અને કુંકાવાવના પાટીદારો ઉપસ્થિત રહેશે.

31 ઓગસ્ટ- ભાવનગર , ઘોઘા , સિહોર , ગારિયાધાર , પાલિતાણા , સુરત, તળાજા અને મહુવાના પાટીદારો ઉપસ્થિત રહેશે.

01 સપ્ટેમ્બર – બહુચરાજી , લખતર , ધોળકા , બાવળા , સાણંદ , માણસા , ગોઝારીયા , વિસનગર , સતલાસણા , વિજાપુર , કલોલ , ગાંધીનગર અને દહેગામના પાટીદારો ઉપસ્થિત રહેશે.

02 સપ્ટેમ્બર – અમદાવાદ , માંડલ , દેત્રોજ , વિરમગામ , દસક્રોઈ , પાટડી , વઢવાણ , મુળી , ચોટીલા , સાયલા , ચુડા અને લીંબડીના પાટીદારો ઉપસ્થિત રહેશે.

03 સપ્ટેમ્બર – સિદ્ધપુર , પાટણ , પાલનપુર , રાપર , ભુજ , નખત્રાણા , ગાંધીધામ , કડી , વડનગર , મહેસાણા , તેનપુર , બાયડ , માલપુર , મોડાસા અને ધનસુરાના પાટીદારો ઉપસ્થિત રહેશે.

04 સપ્ટેમ્બર – કુતિયાણા , જુનાગઢ , બોટાદ , ગઢડા , વલભીપુર , ઉમરાળા , લુણાવાડા , શહેરા , ગોધરા , હાલોલ , કાલોલ , કડાણા , ખાનપુર , સંખેડા , ડભોઈ , કરજણ , પાદરા , સિનોર , વાઘોડિયા અને વડોદરાના પાટીદારો ઉપસ્થિત રહેશે.

05 સપ્ટેમ્બર – કપડવંજ , વીરપુર , બાલાસિનોર , કઠલાલ , ખેડા , માતર , નડિયાદ , ઠાસરા , સોજીત્રા , ઉમરેઠ , આણંદ , પેટલાદ , ખંભાત , બોરસદ અને રાજપીપળાના પાટીદારો ઉપસ્થિત રહેશે.

06 સપ્ટેમ્બર – ભરૂચ , જબુસર , આમોદ , ઝઘડિયા , નવસારી , વલસાડ અને અંકલેશ્વરના પાટીદારો ઉપસ્થિત રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker