GujaratNewsPolitics

હાર્દિકના રૂપાણી પર વાકપ્રહારઃ જે રાજ્યનો રાજા નમાલો તેની પ્રજા સુખી ન થઈ શકે

આંબોલી પાસે નેશનલ હાઈવે નંબર 48 પર ચકકાજામ કેસમાં હાર્દિક પટેલની મંગળવારના રોજ મુદતમાં હાજર રહ્યો હતો. કેસ માટે આગામી 20મી સપ્ટેમ્બરની મુદત કઠોર કોર્ટમાં પડી હતી. આ કેસમાં નવમાંથી હાર્દિક પટેલ સહિત સાત કાર્યકરો હાજર રહ્યા હતા. જેમાં તેણે જણાવ્યુ કે જે રાજયનો રાજા નમાલો હોય તેની પ્રજા કયારેય સુખી ન થઈ શકે. જે રાજયની પ્રજા જ સુખી ન થઈ શકે તે રાજાને બેસવાનો કોઈ અધિકાર જ નથી.’

કઠોર કોર્ટમાં મુદતમાં પાસના અગ્રણીએ હાજરી આપી

ગત 18મી ઓકટોબર 2015 ના રોજ રાજકોટ ખાતે યોજાયેલી ભારત અને સાઉથ આફ્રિકા મેચમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલને મેચ જોવા જતા રાજકોટ પોલીસ દ્વારા અટાયકત કરી દેતા સુરત પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરીયા સહિતના કાર્યકરો દ્વારા કામરેજ તાલુકાના આંબોલી ગામની હદમાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર વીજપોલ મુકી એક કલાક ચક્કાજામ કરી દેતા કામરેજ પોલીસે હાર્દિક પટેલ તથા અલ્પેશ કથીરીયા સહિત નવ પાટીદાર યુવાનો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે કેસમાં મંગળવારના રોજ મુદત હોવાથી હાર્દિક પટેલ સહિત સાત કાર્યકરો કઠોર કોર્ટના એડીસનલ સિવિલ જજ એન્ડ એડી.જયુડી ફસ્ટ કલાસ મેજીસ્ટેટ એચ. આર. ઠાકોરની કોર્ટમાં હાજર રહ્યા હતા.

અમદાવાદઃ પાટીદારોને અનામતના મામલે 25મી ઓગસ્ટથી આમરણ ઉપવાસની જાહેરાત કરનાર પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ સામે વિરોધનું વાતાવરણ ઊભું થયું છે,અને દિલીપ સાબવા જુથના કેટલાક પાસ આગેવાનો હાર્દિક સાથે છેડો ફાડી રહ્યા છે. આ આગેવાનો હાર્દિક પટેલ સાથે 25મીના ઉપવાસમાં જોડાશે નહીં.

એરવાડીયા અને સાબવા દિલ્હીમાં નેતાઓ સાથે કરી રહ્યા છે મુલાકાત

છેલ્લા બે દિવસથી દિલ્હી પહોંચેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના કેટલાક કન્વીનરો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત અલગ-અલગ નેતાઓને મળ્યા હતા. પાસના આ નેતાઓમાં રાહુલ દેસાઈ,દિલીપ સાબવા, નિલેશ એરવાડીયા સહિત સૌરાષ્ટ્રના કેટલાક આગેવાનો પણ પહોંચ્યા છે.

સાબવા જુથ દિલ્હીમાં કરશે એક દિવસના ધરણા અને પ્રતિક ઉપવાસ

દિલ્હી પહોંચેલા પાસના આ નેતાઓ 22 ઓગસ્ટના રોજ દિલ્હીના જંતર મંતર ખાતે એક દિવસના ધરણા અને પ્રતિક ઉપવાસ કરશે. પરંતુ દિલ્હીથી પરત ફર્યા બાદ પાસના આ આગેવાનો હાર્દિક પટેલ સાથે 25મીના ઉપવાસમાં જોડાશે નહીં. જો કે તેઓ પાટીદાર અનામત આંદોલનના અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે. આમ હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસના નિર્ણય સામે પાસના જ કેટલાક કન્વીનરો વિરોધ કરી રહ્યા છે અને તેઓએ હાર્દિક સાથે ઉપવાસમાં નહીં જોડાવાનો નિર્ણય લઈ લીધો છે.

હાર્દિકની જીદ્દ અને નિર્ણયનો લઈ છે મતભેદો

ગુજરાતમાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી પાટીદાર અનામતના મુદ્દે આંદોલન ચાલી રહ્યું છે, જેમાં વધુ એક તબક્કો 25 ઓગસ્ટના રોજ શરૂ થઈ રહ્યો છે. જેના ભાગરૂપે પાસ કન્વીનર હાર્દિક પટેલે 25 ઓગસ્ટે આમરણાંત ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી હતી. પરંતુ ગુજરાત સરકાર દ્વારા આજદિન સુધી ઉપવાસના સ્થળ અંગે પાંસને મંજૂરી ન આપતા હાર્દિક પટેલ અવઢવમાં મુકાઇ ગયો હતો. તો બીજી બાજુ હાર્દિક પટેલની જીદ્દ અને કેટલાક નિર્ણયો સામે પાસમાં મતભેદો સર્જાયા છે અને કેટલાક પાસના નેતાઓ હાર્દિકથી છૂટા પડીને 25મી ઓગસ્ટે અલગ ચોકો રચી ધરણા કરવા માટે વિચારી રહ્યા છે.

તાજેતરમાં દિલ્હી ગયેલા પાસ ના કેટલાક આગેવાનોએ એવી યોજના ઘડી છે કે, 25મી ઓગસ્ટે હાર્દિકના ટેકા સિવાય પાટીદાર અનામતના મુદ્દે ધરણા કરવા અને આગામી કાર્યક્રમો નક્કી કરવા, આમ હાર્દિક પટેલની કાર્યરીતિ સામે પાસમાં વધુ એક ભંગાણ પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

રૂપાણી સરકાર, ભાજપ સંગઠન શોધે છે પાટીદાર અનામત આંદોલનનો ડેમેજ કન્ટ્રોલર

અમદાવાદઃ છેલ્લા ત્રણ વર્ષ કરતા વધુ સમયથી ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનને ઠંડું પાડવા માટે ગુજરાત સરકાર કે સંગઠન પાસે કોઈ ડેમેજ કન્ટ્રોલર ન હોવાને કારણે આંદોલન અલગ-અલગ તબક્કામાં વારંવાર જોર પકડી રહ્યું છે. ખાસ કરીને પાટીદાર અનામતના નેતા હાર્દિક પટેલને સમજાવી શકે એવા બીજેપીમાં કોઈ પાટીદાર આગેવાન કે મંત્રી ન હોવાથી સરકાર પણ અસમંજસમાં મુકાઈ ગઈ છે. હવે ફરીવાર લોકસભાની ચૂંટણી સમયે હાર્દિક પટેલ અનામત આંદોલનનું રણશિંગુ ફુંકવા જઈ રહ્યો છે, ત્યારે ગુજરાત સરકાર પાસે તેને અટકાવવા કે દબાવવા માટે બળ પ્રયોગ સિવાય બીજો કોઈ ઉકેલ રહ્યો નથી.

આંદોલન અટકાવવાની કોઈ વ્યૂહ રચના ન હોવાથી જતું રહ્યું કાબૂ બહાર

ગુજરાતમાં 2014માં નરેન્દ્ર મોદી પીએમ બન્યા બાદ તેમના અનુગામી તરીકે આનંદીબેન પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. આનંદીબેન મુખ્યમંત્રી બન્યા તેના થોડા સમય બાદ પાટીદાર અનામત આંદોલનની શરૂઆત થઈ હતી. તે દરમિયાન પણ સરકાર કે સંગઠન પાસે આ આંદોલનને અટકાવવા માટેની કોઈ વ્યૂહ રચના કે રણનીતિ નહોતી. જેના કારણે આ આંદોલન ધીમે ધીમે વેગ પકડતું ગયું અને આજે હાર્દિક પટેલ જેવો યુવાન પાટીદાર અનામતનો મોટો નેતા બની ગયો.

બળ પ્રયોગ કરતા વધુ ઉશ્કેરાયો પાટીદાર સમાજ

ગુજરાત સરકારે પાટીદારોને અનામત આપવા અંગે પ્રયાસો કરવાને બદલે અથવા તો પાટીદારોને સમજાવવાને બદલે તેમની સામે છેલ્લા ત્રણ વર્ષથી બળ પ્રયોગ કરતા પાટીદાર સમાજ વધુ ઉશ્કેરાયો હતો.

હાર્દિક પટેલ જેવા યુવાન સામે સરકાર વામણી પૂરવાર

આ પહેલા વિધાનસભા ચૂંટણી દરમિયાન બીજેપીએ ડેમેજ કન્ટ્રોલ કરવાને બદલે પાટીદાર અનામતના નેતાઓને ભાજપમાં લઈને આંદોલનને શાંત કરવાની રણનીતિ ઘડી હતી. પરંતુ તેમાં સફળતા મળી નહીં, ખાસ કરીને હાર્દિક પટેલ જેવા યુવાન સામે સરકાર વામણી પૂરવાર થઈ ગઈ છે. તેનું મુખ્ય કારણ એ છે કે, જો સરકારમાં કોઈ ડેમેજ કન્ટ્રોલર એટલે કે, પાટીદાર આગેવાનને હાર્દિક પટેલ સાથે વાટાઘાટો માટે મોકલવામાં આવ્યા હોત તો આ આંદોલન બંધ થઈ શક્યું હોત, પણ સરકારે વાતચીતના બદલે હાર્દિક અને તેના સાથીઓ સામે દબાણ વૃત્તિ જ અપનાવી હતી.

સમાજના રાજકીય આગેવાનો શા માટે ચૂપ છે?

પાટીદારોને અનામત આપવા મામલે બંધારણીય દ્રષ્ટીએ શું થઈ શકે? તે અંગે સૌ કોઈ ચર્ચા કરી ચૂકયા છે. આ મામલે પાટીદાર અગ્રણીઓ, ખોડલધામ અને ઉમિયાધામ જેવી અગ્રગણ્ય પાટીદાર સંસ્થાઓ, સમાજના રાજકીય આગેવાનો શા માટે ચૂપ છે? સમગ્ર રાજ્યમાં મહેનતકશ, પ્રગતિશીલ અને સંગઠનાત્મક મૂલ્યો માટે પંકાયેલા પાટીદાર સમાજની શાખ હાર્દિક પટેલ નામનો યુવાન દાવ પર લગાવી રહ્યો છે, ત્યારે શું સમાજને આ બધું મંજૂર છે?

હાર્દિકને તાબે કેમ થઈ જાય છે સરકાર?

હાર્દિકે ઉભી કરેલી અરાજકતા અને ટોળાશાહી સામે સરકાર શા માટે કોઈ નક્કર પગલાં લઇ શકતી નથી? આ પ્રકારની ટોળાશાહીને કોંગ્રેસ શા માટે પીઠબળ પૂરું પાડે છે ? સરકારની એવી તો શું નબળાઈ છે કે, તે વારંવાર હાર્દિકને તાબે થઇ જાય છે? સરકાર પાસે વિકાસના અને અન્ય જરૂરી કાર્યો નથી કે, આ માણસને ઠેકાણે પાડીને તેની ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકે ? વિરોધની આ પ્રથા હવે હદ વટાવી રહી છે. સરકારે આ મામલે હવે ઠોસપૂર્ણ-ગંભીરતાથી વિચારવું પડશે જ.

ન ગ્રાઉન્ડ મળ્યું કે ન ઘરનું ફળીયું તો હવે હાર્દિક કરશે શું એ મોટો પ્રશ્ન।.! ઘરે લગાવેલો મંડપ પણ તંત્રએ કઢાવ્યો

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ આગામી 25 ઓગસ્ટથી અનામત અને ખેડૂતોના પ્રશ્ન આમરણાંત ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી હતી. જોકે હાર્દિકે નિકોલના જે ગ્રાઉન્ડ પર ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી હતી તેમાં AMCએ ફ્રી પાર્કિંગ પ્લોટ શરુ કરી દેતા અને પોલીસ તંત્રે જાહેરમાં ઉપવાસની મંજૂરી ન આપવા ઉપારાંત શહેરમાં 144 લાગુ કરી દેવામાં આવતા હાર્દિકે પોતાના ઘરમાં જ બેસીના ઉપવાસ કરવાનું નક્કી કર્યું છે.

શહેરના એસ.જી. હાઈવે પર વૈશ્ણવદેવી સર્કલ પાસે હાર્દિક જે જગ્યાએ રહે છે તે જગ્યાએ ઉપવાસ કરવાના તેના પ્લાનમાં પણ પંક્ચર પડ્યું હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે તેના ઘરની આસપાસ ઉપવાસ માટે લગાવવામાં આવેલ મંડપને ગઈકાલે ઘર માલિક દ્વારા વિરોધ કર્યા બાદ મંડપવાળાએ રાતે માંડવો ઉઠાવી લીધો હતો. ઉલલેખનીય છે કે હાર્દિકે પહેલા જાહેરાત કરી હતી કે તે હવે કરો યા મરોની જેમ પાટીદારોને OBC અનામત અપાવવા માટે આમરણાંત ઉપવાસ પર બેસશે.

જોકે કોર્પોરેશન કે પોલીસ તંત્ર દ્વારા તેને આ અંગે મંજૂરી આપવામાં આવી નથી. હાર્દિકે આ સાથે જ આરોપ લગાવ્યો કે તેણે નિકોલમાં ઉપવાસ માટે મંજૂરી માગતા જ અહીં આવેલ તમામ 5 ગ્રાઉન્ડને કોર્પોરેશન દ્વારા પાર્કિંગ પ્લોટમાં ફેરવી નાખવામાં આવ્યા છે. જ્યારે પાસાના કેટલાક સૂત્રોનું કહેવું છે કે જો ક્યાંય જગ્યા નહીં મળે તો હાર્દિક પોતાના ઘરે બેસીને પણ ઉપવાસ કરશે તેવો પ્લાન B અમે તૈયાર રાખ્યો છે.

મીડિયા સાથે વાત કરતા હાર્દિકે કહ્યું કે, ‘હું હવે મારા ઘરે જ ઉપવાસ પર બેસીશ અને તેના માટે ઘરમાં જ બધી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જોકે મે નિકોલમાં જગ્યા ન મળતા ગાંધીનગરના સેક્ટર 6માં આવેલ સત્યાગ્રહી છાવણીમાં ઉપવાસ આંદોલન પર બેસવા માટે મંજૂરી માગી છે. પણ મને વિશ્વાસ છે કે સરકાર અને પોલીસ તંત્ર મને આ મંજૂરી નહીં જ આપે તેથી મે વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર રાખી છે. હું માનું છું ત્યાં સુધી ઉપવાસ કરવાના કારણે કોઈને પોતાના ઘરમાં કાઢવામાં આવી શકે નહીં.’

જોકે મોડી રાત્રે હાર્દિક જે ઘરમાં રહે છે તે ઘરના માલિકે ઘરની નજીક લગાવવામાં આવેલ શામિયાણા અંગે વિરોધ કર્યા બાદ મંડપવાળાએ તેને હટાવી લીધો હતો. જે અંગે હાર્દિકે પોલીસ પર આરોપ મુકતા કહ્યું કે, ‘પોલીસે મંડપવાળા પર માંડવો હટાવી લેવા માટે દબાણ કર્યું છે અને મકાન માલિકને પણ કોઈ પ્રોગ્રામને અહીં મંજૂરી ન આપવામાં આવે તેવું જણાવ્યું છે. સરકાર દ્વારા મારો 25 ઓગસ્ટના ઉપવાસ કાર્યક્રમ ન યોજાય તે માટેનો આ એખ સિસ્ટમેટિક પ્રયાસ છે.’

હાર્દિકે ઉમેર્યું કે, ‘હું આ પ્રકારેના દબાણને ક્યારેય વશ નહીં થાઉં. હવે હું મારા ઘરની અંદર બેસીને ઉપવાસ કરીશ.’ જોકે સોમવારના રોજ નિકોલ ખાતે એક દિવસીય પ્રતિક ઉપવાસ પહેલા જ હાર્દિક અને તેના સપોર્ટર્સની ધરપકડ બાદ ઘર પાસે બેસીને ઉપવાસ કરવાનો નિર્ણય કવરામાં આવ્યો હતો. પરંતુ અંદરખાનેથી સૂત્રો જણાવી રહ્યા છે કે આજથી ત્રણ વર્ષ પહેલા હાર્દિકનો જે કરિશ્મા હતો તે ઓસરી ચૂક્યો છે અને નિકોલ ખાતે ઉપવાસ માટે ખૂબ જ પાતળી હાજરીમાં ભેગા થયેલા સપોર્ટર્સને જોઈને ઘર પાસે નાની જગ્યામાં ઉપવાસ પર બેસવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેથી લોકોની વધુ મેદની દેખાય.

જ્યારે હાર્દિકે આ અંગે કહ્યું કે, અમે લગભગ 30000 જેટલા લોકો પહેલા દિવસે આવશે તેવી આશા સેવીએ છીએ. ઓછા લોકો પાછળનું કારણ જણાવતા તેણે કહ્યું કે મે પોતે જ મારા સપોર્ટર્સને ફોન કરીને કહ્યું છે કે વધુ લોકોને ફોન કરતા નહીં કેમ કે અહીં જગ્યા મોટી નથી. મારા ઘરમાં જગ્યા નાની છે તેથી લોકો વારાફરતી આવશે અને મારી સાથે હોવાનો સંદેશો આપશે.

ગાંધીનગર પાસના કન્વીનર ઉત્પલ પટેલે હાર્દિક પટેલના ઉપવાસ માટે કલેક્ટર પાસે મંજૂરી માંગી છે, અને જો કલેક્ટર દ્વારા મંજૂરી આપવામાં નહીં આવે તો રાજ્યપાલ સમક્ષ રજૂઆત કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી. આ દરમિયાન ગાંધીનગર કલેક્ટર એસ.કે. લાંગાએ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલને ગાંધીનગરમાં ઉપવાસ માટે મંજૂરી આપવી કે નહીં, તે બાબતે પોલીસ રિપોર્ટના આધારે નિર્ણય લેવામાં આવશે.

અમદાવાદ પોલીસ અને મ્યુ.કમિશનર સમક્ષ પણ કરી હતી રજૂઆત

આ પહેલા તેણે આમરણાંત ઉપવાસના માટે નિકોલમાં આવેલા પ્લોટની મંજૂરી માટે અમદાવાદના મ્યુનિસિપલ અને પોલીસ કમિશનર સાથે રૂબરૂ મળીને આ અંગે રજૂઆત કરી હતી. જોકે આમ છતાં તેને કોઈપણ ગ્રાઉન્ડની મંજૂરી આપવામાં આવી નહોતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker