અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે જમીન રિ-સર્વે મામલે ગુજરાતના રાજ્યપાલને પત્ર લખ્યો છે. આ પત્રમાં હાર્દિક પટેલે સરકાર પર આરોપ મુક્યો છે કે, સરકાર જમીન ઝૂંટવી રહી છે. ગુજરાતના નાના ખેડૂતો પરેશાન છે. તેમની જમીનો મુશ્કેલીમાં આવી પડી છે.
સરદારે ખેડૂતોને જમીન અપાવી, સરકાર ઝૂંટવી રહી છે
હાર્દિકે પત્રમાં આગળ લખ્યું છે કે, સરદાર પટેલ, ઢેબરભાઈ અને જીવરાજ મહેતાએ ખેડૂતોને જમીનદારો પાસેથી જમીનો અપાવી હતી. ખેડે તેની જમીનનો કાયદો લાવીને ખેડૂતોને તેના હક્કો અપાવ્યા હતા. હવે ગુજરાત સરકાર ખેડૂતોના તે હકકો જમીન રિ-સર્વે અને સંપાદનના નામે ઝુંટવી રહી છે. મારી માંગણી છે કે રિ-સર્વેની સંપૂર્ણ તપાસ કરી સરકાર વ્હાઇટ પેપર બહાર પાડે અને નામદાર હાઇકોર્ટના જજ સાહેબ દ્વારા તપાસ કરી ખેડૂતોને જુના સર્વે પ્રમાણે જમીનો આપવામાં આવે.
માપણી થઈ જ નથી
ગુજરાતના 18 હજાર 47 ગામોમાાંથી હાલ સુધીમાાં 18 હજાર 34 ગામોની માપણી પૂર્ણ થઈ છે. 12 હજારથી વધુ ગામોનું પ્રમોલગેશન પૂર્ણ થયું છે. ખેડૂતોને હતાશ કરે એવી વાત તો એ છે કે આટલી ક્ષતિવાળી જમીન માપણીને કેન્દ્ર અને રાજ્ય સરકારે બિરદાવી છે. જે કંપની તરફની વફાદારી બતાવે છે. પરંતુ ખેડૂતો તરફી કોઈ વાત કરવા ભાજપ સરકાર તૈયાર નથી. કૌશિક પટેલ 7 કંપનીઓના ગોટાળાને છાવરી રહ્યાાં છે. એક ગામની જમીન માપણી સ્થળ પર કરવી હોય તો એક અઠવાડિયું એક ટૂકડીને લાગે પણ સેટેલાઈટ પદ્ધતિથી 3 કે 4 દિવસમાાં જ જમીન માપણી કરવામાાં આવી છે. રિ-સર્વેની નવી માપણીમાાં 7-12નું ક્ષેત્રફળ વાસ્તવિકતા સાથે મળતું નથી અને તેમાં ખાસ્સો તફાવત જોવા મળે છે