Ajab GajabArticleGujaratIndiaNewsTechnology

ફેસબુક-યૂટ્યૂબની સાથે-સાથે આ 17 રીતોથી કરો ઑનલાઈન કમાણી

ઈન્ટરનેટની પહોંચ વધવાની સાથે તે રોજગાર અને કમાણીનું પણ મોટું માધ્યમ બની ગયું છે. જો તમે પણ ઈન્ટરનેટ યૂઝ કરતા હોવ તો તે તમારા માટે આવકનો એક સ્ત્રોત બની શકે છે. તમે પોતાની પસંદ અને યોગ્યતા અનુસારના કામ પસંદ કરી શકો છો. જોકે, આ પ્લેટફોર્મ પર સાવધાની વર્તવી જરૂરી છે, કારણ કે ઘણીવાર ઑનલાઈન કમાણીના નામે ઠગાવી પણ થતી જોવા મળે છે. આગળની સ્લાઈડ્સમાં જાણો ઑનલાઈન ઈન્કમના કેટલાક ઉપાય…

ફ્રિલાન્સિંગ:

 ફ્રિલાન્સિંગ કમાણીનો એક સારો પ્રકાર છે અને ઑનલાઈન પર તો આવા કામની ભરમાર છે. એવી અનેક વેબસાઈટ્સ છે જ્યાંથી તમે પોતાની યોગ્યતા અનુસાર કામ મેળવી શકો છો. Outfiverr.com, upwork.com, Freelancer.com અને worknhire.com જેવી વેબસાઈટ્સ પરથી તમે ફ્રિલાન્સિંગના કામ મેળવી શકો છો.

વેબ ડિઝાઈનિંગ: 

આજના જમાનામાં તમામ વેપારીઓ ટેક્નોલોજીથી સારી રીતે પરિચિત નથી પરંતુ સમયની ડિમાન્ડ છે તેમની પોતાની વેબસાઈટ હોય. જો તમને વેબસાઈટ બનાવવાની ટેક્નોલૉજીમાં ફાવટ હોય તો તમે વેપારીઓને તેમની વેબસાઈટ તૈયાર કરી આપી કમાણી કમાણી કરી શકો છો. કોડિંગ અને ડિઝાઈનિંગ વેબસાઈટ બનાવવા માટેના અનિવાર્ય એલિમેન્ટ્સ છે. ત્યારબાદ વેબસાઈટના મેન્ટેનન્સ અને સતત અપડેટ્સની જરૂર હોય છે. આના કારણે તમને સતત કમાણી થતી રહેશે.

સોશિયલ મીડિયા: 

ફેસબુક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ જેવા સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ્સ પર મિત્રો અને અપરિચિતો સાથે ઈન્ટરેક્શન તો થાય છે. આનાથી કમાણી પણ શઈ શકે છે. કંપનીઓ અને લોકપ્રિય બ્રાન્ડ્સ સોશિયલ મીડિયા એક્સપર્ટ્સ અને સેલિબ્રિટિઝને પોતાની પ્રૉડક્ટ્સની પોપ્યુલારિટી વધારવા માટે પૈસા આપે છે. જો તમારી વધારે આકર્ષક અને ક્રિએટિવ હોય તો તે તરત જ વાયરલ થઈ જાય છે અને આ એક રીતે તમારી બ્રાન્ડ વેલ્યુ છે. ધ્યાન રાખો કે, સોશિયલ મીડિયા પર એક્ટિવ અને રેલેવન્ટ રહેવા માટે સમય અને ઉર્જાની ખૂબ જરૂર છે. એટલે તમારે નિરંતર પોસ્ટથી પોતાના ફોલોઅર્સના સંપર્કમાં રહેવું પડશે.

સર્વે, સર્ચ અને રિવ્યૂ: 

ઘણી વેબસાઈટ્સ ઑનલાઈન સર્વે, સર્ચ અને પ્રોડક્ટ્સ રિવ્યૂ માટે ઑફર આપે છે. જોકે, આ વેબસાઈટ્સ તમારી પાસે બેંકિંગ ડિટેલ્સ સહિત કેટલીક જાણકારીઓ માગે છે, એટલે તેને પસંદ કરતી વખતે ખાસ સાવધાની રાખો.

ડેટા એન્ટ્રી:

આ સેક્ટરમાં ઑટોમેશનનું જોર વધી રહ્યું છે, છતાં હાલમાં પણ ડેટા એન્ટ્રીને લગતું અઢળક કામ મળે છે. આ સૌથી સરળ ઑનલાઈન કામ છે. આમાં કોઈ ખાસ ટેલેન્ટની જરૂર નથી. તમારી પાસે એક કૉમ્યુટર, ઈન્ટરનેટ કનેક્શન, ફાસ્ટ ટાઈપિંગ સ્કિલ્સ અને ડિટેલ્સ પર ફોકસ કરવાની ક્ષમતા હોવી જોઈએ. મોટાભાગની ફ્રિલાન્સિગ કામની જાણકારી આપવામાં આવે છે. અહીં રજિસ્ટર કરીને તમે કલાકના 300થી 1500 રૂપિયા કમાઈ શકો છો.

વર્ચ્યુઅલ આસિસ્ટન્ટશિપ: 

ઘરે બેસીને કોર્પોરેટ કામ કરવું વર્ચ્યુઅલ કહેવામાં આવે છે. VA અસલમાં પોતાના ક્લાઈન્ટ માટે ઘરે બેસીને તેમના બિઝનેસનું કામ કરવાની રીત છે. વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ તરીકે તમે એક એમ્પ્લોયીની જેમ કામ કરી શકો છો અથવા પોતાનો બિઝનેસ પણ સેટઅપ કરી શકો છો. VA મોટાભાગે ફોન કૉલ્સ, ઈ-મેઈલ, ઈન્ટરનેટ સર્ચ, ડેટા એન્ટ્રી, અપોઈન્ટમેન્ટ શેડ્યૂલિંગ, એડિટિંગ, રાઈટિંગ, બ્લૉગ મેનેજમેન્ટ, પ્રૂફરીડિંગ, પ્રોડક્ટ મેનેજમેન્ટ, ગ્રાફિક ડિઝાઈન વગેરેની જવાબદારી સંભાળે છે. VA પ્રતિ કલાક 500થી 4000 રૂપિયા સુધીની કમાણી કરે છે.

પોતાની વેબસાઈટ:

ઑનલાઈન ઈન્કમ માટે તમે પોતાની વેબસાઈટ પણ બનાવી શકો છો. આના માટે સૌથી પહેલા ડોમેઈન પરચેઝ કરી વેબસાઈટ ડિઝાઈન કરાવવાની રહેશે. કેટલીક વેલબાઈટ્સ દ્વારા તમે આ કામ જાતે પણ કરી શકો છો. સંબંધિત કન્ટેન્ટ પોસ્ટ કર્યા બાદ તમને ગૂગલ એડસેન્સ મળવા લાગે છે. ત્યારબાદ તમારી વેબસાઈટ પર એડ્સ દેખાવા લાગશે અને ત્યારબાદ યૂઝર્સની ક્લિક દ્વારા તમને ઈન્કમ થવા લાગશે. ટ્રાફિક જેટલો વધશે, તમને તેટલી વધુ આવક થશે.

માર્કેટિંગ પણ છે એક માધ્યમ;

એકવાર વેબસાઈટ તૈયાર થઈ ગયા બાદ તમે માર્કેટિંગ દ્વારા પણ કમાણી કરી શકો છો. તમારે કંપનીઓનો સંપર્ક કરીને તેને પોતાની વેબસાઈટ પર વેબ લિંક્સ લગાવવા માટે પરમિશન લેવી પડશે.

ઑનલાઈન દુકાન:

તમે સોશિયલ મીડિયા દ્વારા અથવા વેબસાઈટ બનાવીને પોતાની પ્રોડક્ટ્સ ઑનલાઈન વેચી શકો છો. આના માટે તમે એમેઝોન, ફ્લિપકાર્ટ જેવા ઑનલાઈન પ્લેટફોર્મની મદદ પણ લઈ શકો છો.

કન્ટેન્ટ રાઈટિંગ:

ઑનલાઈન પ્લેટફોર્મ્સ દ્વારા કન્ટેન્ટ રાઈટિંગની સારી શરૂઆત થઈ શકે છે. આર્ટિકલ ક્વૉલિટી અનુસાર તમને સારી રકમ મળી શકે છે. તમારે કેટલાક ખાસ દિશા-નિર્દેશો અનુસાર આર્ટિકલ્સ લખવાના હોય છે. તમે પોતે જેમાં સારા હોવ તેમાં મહેનત કરશો તો સારી કમાણી થઈ શકે છે.

યૂટ્યૂબ:

જો કંઈક લખવામાં તમારો હાથ તંગ હોય તો વીડિયો દ્વારા પોતાની વાત કહો. પોતાની યૂટ્યૂબ ચેનલ બનાવો, ત્યાં વીડિયો અપલોડ કરો અને તેનો મોનિટાઈઝ કરો. તમે કોઈ કેટેગરી અંતર્ગત અલગ-અલગ ટૉપિક પર વીડિયોઝ બનાવી શકો છો. રેસિપીથી માંડીને પૉલિટીકલ ડિબેટ સુધી, જે વીડિયોમાં દમ હશે તે તમને કમાણી કરી આપશે.

ટ્યૂટર:

જો તમે કોઈ સબજેક્ટમાં એક્સપર્ટ હોવ તો ઑનલાઈન ટ્યૂશન આપીને પણ કમાણી કરી શકો છો. vedantu.com, MyPrivateTutor.com, BharatTutors.com, tutorindia.net જેવી વેબસાઈટ પર તમે પોતાની પ્રોફાઈલ ક્રિએટ કરી શકો છો અને ક્લાસ-સબજેક્ટનું લિસ્ટ બનાવી શકો છો. શરૂઆતમાં તમે અહીં 200 રૂપિયા પ્રતિ કલાકની કમાણી કરી શકો છો જે અનુભવી થતાની સાથે 500 રૂપિયાએ પહોંચી શકે છે.

બ્લૉગિંગ:

બ્લૉગિંગની શરૂઆત હૉબી, ઈન્ટરેસ્ટ અને પેશન તરીકે થાય છે અને ઘણા બ્લૉગર્સ માટે જોતજોતામાં તે કરિયર ઑપ્શનમાં ફેરવાઈ જાય છે. બ્લૉગ રાઈટની શરૂઆત બે રીતે થઈ શકે છે – તમે વર્ડપ્રેસ અથવા ટમ્બલર દ્વારા બ્લૉગ બનાવી શકો છો જેના પર કોઈ ખર્ચ કરવાનો હોતો નથી અથવા તો સેલ્ફ હોસ્ટેડ બ્લૉગ બનાવી શકો છો જેના માટે ડૉમેન ખરીદવાનું રહેશે અને સમયે-સમયે તેને રિન્યૂ કરાવવાનો ખર્ચ આવશે. તમે તમારા બ્લૉગ પર એડ, પ્રોડક્ટ્સની સમીક્ષા (રિવ્યૂ) કરીને પૈસા કમાઈ શકો છો. પણ તેમાં સમય લાગે છે. ઘણીવાર લોકો વર્ષોની મહેનત બાદ પૈસા કમાવવાની સ્થિતિમાં આવે છે.

PTC સાઈટ:

કેટલીક વેબસાઈટ એડ્સ પર ક્લિક કરવાના બદલામાં પૈસા આપે છે. એટલે તેમને પેડ-ટુ-ક્લિક એટલે કે, PTC સાઈટ્સ કહેવામાં આવે છે. તમે આ વેબસાઈટ્સ પર રજિસ્ટર કરીને પણ કમાણી કરી શકો છો. જોકે, અત્યારે ઘણી બનાવટી વેબસાઈટ્સ બની ગઈ છે એટલે સાવધાન રહેવાની જરૂર છે. જેન્યુઈન વેબસાઈટ્સ બીજા લોકોને રિફર કરવાના અલગથી પૈસા મળે છે. કેટલીક જેન્યુઈન વેબસાઈટ્સમાં ClixSense.com, BuxP અને NeoBux શામેલ છે.

ટ્રાન્સલેશન:

ઈંગ્લિશની સાથે એક અન્ય ભાષા તમારી સારી પકડ હોય તો તમે ટ્રાન્સલેશન દ્વારા પણ કમાણી કરી શકો છો. ઈંગ્લિશની સાથે હિન્દી, સ્પેનિશ, ફ્રેન્ચ, અરબ, જર્મન જેવી ભાષાના જાણકારોની સારી એવી ડિમાન્ડ છે. તમને દુનિયાભરમાંથી ટ્રાન્સલેશનનું કામ મળી શકે છે. એક ટ્રાન્સલેટર તરીકે તમે ફુલ અથવા એકસ્ટ્રા ટાઈમ વર્ક લઈ શકો છો. સામાન્યપણે ટ્રાન્સલેશન માટે 1થી5 રૂપિયા પ્રતિ શબ્દ મળે છે. ઘણી ભાષાઓ માટે આ રેટ 10 રૂપિયા પ્રતિ શબ્દ પણ હોય છે.

કિંડલ ઈબુક: 

જો તમને પુસ્તક લખવાનો શોખ હોય તો તમારી પાસે કિંડલ ડાયરેક્ટ પબ્લિશિંગ માટે સેલ્ફ-પબ્લિશ્ડ ઈબુક્સ અને પેપરબેક્સના વિકલ્પ છે. આના દ્વારા એમેઝોનના લાખો રિડર્સ સુધી પહોંચી શકો છો. બુક પબ્લિશ કરવામાં પાંચ મિનિટ લાગે છે અને 24થી 48 કલાકમાં તે દુનિયાભરના કિંડલ સ્ટોરમાં પહોંચી જાય છે. અહીં તમને 70 ટકા સુધી રૉયલ્ટી મળી શકે છે. અહીં તમે પોતાના રાઈટ્સને નિર્ધારિત કરી શકો છો અને પુસ્તકની કિંમત પણ નક્કી કરી શકો છો, આ સિવાય પુસ્તકો બદલી પણ શકો છો. BooksFundr અને Pblishing.com પર પણ બુક્સ પ્રકાશિત કરાવીને તમે કમાણી કરી શકો છો.

પીઅર ટુ પીઅર:

એમેઝોન અને OLX વગેરે ઈ-કૉમર્સ વેબસાઈટ્સની જેમ જ પીઅર-ટુ-પીઅર (p2p) પ્લેટફોર્મનો ઉપયોગ લૉન આપવા માટે થાય છે. p2p પ્લેટફોર્મ પાસે લૉન વસૂલવાના ઉપાય હોય છે. જોકે, તેનો ઉપયોગ કરતા પહેલા તેને સારી રીતે સમજવાની જરૂર છે. અત્યારે ઑનલાઈન લૉન આપવા પર 13થી 30 ટકા સુધી વ્ચાજ મળે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker